Vishabd | પીએમ કિસાન યોજના ફેરફાર: હવે આ ખેડુતોને 6 હજાર રૂપિયા નહિ મળે પીએમ કિસાન યોજના ફેરફાર: હવે આ ખેડુતોને 6 હજાર રૂપિયા નહિ મળે - Vishabd
Vishabd
ટોપ ખબર

પીએમ કિસાન યોજના ફેરફાર: હવે આ ખેડુતોને 6 હજાર રૂપિયા નહિ મળે

Team Vishabd by: Majaal | 12:33 PM , 08 July, 2022 પીએમ કિસાન યોજના ફેરફાર: હવે આ ખેડુતોને 6 હજાર રૂપિયા નહિ મળે

દેશભરના કરોડો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર લાંબા સમયથી પ્રયાસો કરી રહી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના પણ એક એવી યોજના છે, જેના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ મળે છે.

નોંધનીય છે કે અત્યાર સુધી સરકારે પીએમ કિસાન યોજનાના 12 હપ્તા ટ્રાન્સફર કર્યા છે, જ્યારે આગામી હપ્તાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.  એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી હપ્તાના પૈસા ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ટ્રાન્સફર થઈ શકે છે. એવામાં સરકારે નવી અપડેટ બહાર પાડી છે તો આવી જાણીએ તેના વિશે...

ભારત સરકાર હેઠળના કૃષિ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં  આવી છે કે, 1 ફેબ્રુઆરી, 2001ના રોજ જન્મેલા લાભાર્થીઓને તેના હપ્તા તાત્કાલિક ધોરણે  બંધ કરવામાં આવશે.
નવી સિસ્ટમ મુજબ 1 ફેબ્રુઆરી 2001 પછી જન્મેલા કોઈપણ ખેડૂતને આ યોજનાનો લાભ મળી શકશે નહીં.
તે જ સમયે, જે ખેડૂતોનો જન્મ 1 ફેબ્રુઆરી, 2001 પછી થયો હતો અને થોડા સમય પહેલા સુધી આ યોજનાનો લાભ મેળવી રહ્યા હતા, તેઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.
જ્યાં અયોગ્ય લાભાર્થીઓના હપ્તા બંધ કરી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ તેમને પુનર્વિચારનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જે અંતર્ગત તેમણે નવી સિસ્ટમ હેઠળ જ પુનર્વિચારણા માટે અરજી કરવાની રહેશે.
નવા અપડેટ મુજબ હવે તેની ખેતીલાયક જમીન જમાબંધીના દસ્તાવેજો ખેડૂતના નામે હોવા જોઈએ.
યોજના હેઠળ, તમામ નવા ખેડૂત અરજદારો માટે ફરજિયાત કરવામાં આવ્યું છે કે, યોજનામાં, તેઓએ અરજી કરતા પહેલા મહેસૂલ અને જમીન સુધારણા વિભાગના રેકોર્ડમાં તેમની ખેતીલાયક જમીનની સંપૂર્ણ વિગતો અપડેટ કરવાની રહેશે.

સબંધિત પોસ્ટ