Vishabd | આજે 10 જીલ્લામાં એલર્ટ, અતિભારે વરસાદની આગાહી આજે 10 જીલ્લામાં એલર્ટ, અતિભારે વરસાદની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
આજે 10 જીલ્લામાં એલર્ટ, અતિભારે વરસાદની આગાહી

આજે 10 જીલ્લામાં એલર્ટ, અતિભારે વરસાદની આગાહી

Team Vishabd by: Akash | 10:40 AM , 28 June, 2023
Whatsapp Group

આજે 10 જીલ્લામાં એલર્ટ, અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં જામેલા વરસાદી માહોલની વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાદના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, દમણ, ડાંગ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત અને વડોદરામાં ભારે વરસાદની સંભાવના છે.

આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ મોકલવા અંગે આજે નિર્ણય લેવાશે. આ ઉપરાંત આજે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટની બેઠકમાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીની તૈયારીઓ પર ચર્ચા કરાશે. 

આજે 10 જિલ્લાઓમાં યલો એલર્ટ

આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓ વિશે વાત કરીએ તો આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

29 જૂને ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે 29 જૂને 4 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં આવતીકાલે મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે

અંબાલાલ પટેલની આગાહી 

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. ગતરોજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 48 કલાક દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, આહવા, ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, પાટણ, કચ્છ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાથે જ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ