Vishabd | અંબાલાલ પટેલ: ત્રીજા રાઉન્ડની આગાહી, ભારે વરસાદ સાથે તોફાની પવન અંબાલાલ પટેલ: ત્રીજા રાઉન્ડની આગાહી, ભારે વરસાદ સાથે તોફાની પવન - Vishabd
Vishabd
Whatsapp Group Join
અંબાલાલ પટેલ: ત્રીજા રાઉન્ડની આગાહી, ભારે વરસાદ સાથે તોફાની પવન

અંબાલાલ પટેલ: ત્રીજા રાઉન્ડની આગાહી, ભારે વરસાદ સાથે તોફાની પવન

Team Vishabd by: Akash | 12:33 PM , 11 July, 2023
Whatsapp Group

અંબાલાલ પટેલ: ત્રીજા રાઉન્ડની આગાહી, ભારે વરસાદ સાથે તોફાની પવન

અંબાલાલ પટેલની ત્રીજા રાઉન્ડની આગાહી

આપને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની પણ આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યા છે. આગામી 15થી 23 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. 

ભારે વરસાદના કારણે નદીઓમાં આવશે પૂર

તેમણે કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે. તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે. આ સાથે નર્મદા, તાપી, રૂપેણ નદીમાં પૂરની આશંકા છે.

આજે ક્યાં વરસાદની આગાહી?

આજે ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે એક દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આવતીકાલથી ફરી ભારે વરસાદની શક્યતા છે. આજે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં કચ્છ, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દ્વારકા, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા અને છોટાઉદેપુરમાં અમુક વિસ્તારોમાં સામાન્ય તો અમુક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પડવાની શક્યતા છે. આજના દિવસ માટે ભારે કે અતિભારે વરસાદની શક્યતાઓ સાવ ઓછી છે.

12 જુલાઈથી ફરી ભારે વરસાદ

આવતીકાલથી ફરી ભારે વરસાદની શક્યતા છે. 12 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આવતીકાલથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે સુરત, વલસાડ, ભરૂચ, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ