આજે ક્યા ક્યા આગાહી
આજથી આગામી 3 દિવસ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરવામા આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત પર અતિભારે વસાદની શકયતા છે. આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે જાણી લો કે ક્યા ક્યા વરસાદ પડવાની શકયતા છે. આજે ડાંગ, વલસાડ, સુરત અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શકયતા છે. ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં ભારે વરસાદ પડશે. જૂનાગઢ અને અમદાવાદમાં ભારે વરસાદની શકયતા છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવાથી મઘ્યમ વરસાદ રહેશે. બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં વરસાદની સંભાવના છે. મહીસાગર અને મોરબીમાં સાર્વત્રિક વરસાદની શકયતા છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોને ખુશ કરી દે તેવી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, આ વર્ષે સાર્વત્રિક વરસાદ થશે. આ વર્ષ ખેડૂતો માટે સારું રહેશે. ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં પણ સારો વરસાદ થશે. સાથે જ આ વર્ષે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે. 1 જુલાઈ સુધી અમદાવાદ અને વડોદરામાં વરસાદ થવાની સંભાવના છે.
અંબાલાલ પટેલ અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. 2 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. 8થી 12 જુલાઈ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.