આજે વહેલી સવારે રાજ્યના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદે ચિંતા વધારી છે. ખાસ કરીને, દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ, માવઠાએ ધરતીપુત્રોની ચિંતા વધારી છે. ખંભાળિયા તેમજ દ્વારકા પંથક ના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.
હવામાનમાં ભારે પલટો
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે રાજ્યના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદે ચિંતા વધારી છે. ખાસ કરીને, દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ, માવઠાએ ધરતીપુત્રોની ચિંતા વધારી છે. ખંભાળિયા તેમજ દ્વારકા પંથક ના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.
બીજી બાજુ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પાટણના સાંતલપુર, રાધનપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા હતા. કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી છાંટા પણ પડ્યા હતા. વારાહી,સાદપુરા, પીપળી, ગોતરકા, નવાગામ, અબીયાણા સહીતના ગામોમાં વરસાદ પડ્યો છે. વરસાદને પગલે ખેતરમાં ઉભા જીરું, ઈસબગુલ, અજમો, સુવા સહિતના પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ધાનેરામાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. વહેલી સવારે ધાનેરામાં કમોસમી વરસાદ પડ્યો હતો. સુઈગામના બેણપ ગામમાં પણ ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વહેલી સવારથી કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. મુંદ્રા, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથોસાથ કમોસમી વરસાદના કારણે પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
નોંધનીય છે કે, સવારે 11 વાગ્યા સુધી રાજ્યના 6 જિલ્લામાં માવઠાની આગાહી કરાઇ છે. આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, જામનગર, દ્વારકામાં પણ માવઠાની આગાહી છે. જ્યારે કચ્છ અને મોરબી જિલ્લામાં માવઠું થઈ શકે છે. આજે ગુજરાતના 22 જિલ્લામાં માવઠાની આગાહી કરાઇ છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે આગાહી છે. આજે કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થઈ શકે છે. ગાજવીજ, તેજ પવન સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.