હાલમાં તહેવારની સિઝન ચાલી રહી છે અને દિવાળી પહેલા ખેડૂતોને (Farmers) સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે રવિ સિઝન માટે ખેડૂતોને ખાતર પર મળતી સબસિડીને (Subsidy) મંજૂરી આપી છે. આનાથી દેશના અંદાજે 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ સાથે જ CCEAની બેઠક પણ થઈ હતી, જેમાં સબસિડીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ખેતી ખર્ચમા ઘટાડો થતા ફાયદો થશે.
સરકારના આ નિર્ણયથી હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવ ઝડપથી વધી રહ્યા છે, જેનો માર ભારતીય ખેડૂતોને સહન કરવો નહીં પડે. ખેડૂતો અત્યારે જે ભાવે ખાતર મળી રહ્ય છે તેજ રાહત દરે ખાતર મળતું રહેશે. આ ખાતર સબસિડીના કારણે સરકારી તિજોરી પર 22,303 કરોડ રૂપિયાનો બોજ પડશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ન્યુટ્રિઅન્ટ બેસ્ડ સબસિડી (NBS) પોલિસી હેઠળ નક્કી કરાયેલા ભાવ 1 ઓક્ટોબરથી 31 માર્ચ, 2024 સુધી રવિ સિઝન માટે ચાલુ રહેશે. ન્યુટ્રિઅન્ટ બેસ્ડ ફર્ટિલાઈઝર હેઠળ ખેડૂતોને રાહત દરે ખાતર આપવા માટે, સરકાર મોંઘા ખાતરો સસ્તા ભાવે વેચવા માટે સબસિડી આપે છે. ખાતર બનાવતી કંપનીઓને સરકાર રૂપિયા આપે છે.
ન્યુટ્રિઅન્ટ બેસ્ડ સબસિડી હેઠળ, નાઈટ્રોજન (N), ફોસ્ફરસ (P), પોટાશ (K) અને સલ્ફર (S) માટે સબસિડીના ભાવો નક્કી કરવામાં આવ્યા છે. આગામી રવિ સિઝન માટે નાઈટ્રોજન પર 47.2 રૂપિયા પ્રતિ કિલો, ફોસ્ફરસ પર 20.82 રૂપિયા, પોટાશ પર 2.38 રૂપિયા અને સલ્ફર પર 1.89 રૂપિયા પ્રતિ કિલો સબસિડી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે 22,303 કરોડ રૂપિયાની ખાતર સબસિડીને મંજૂરી આપી છે. NPK ખાતર માટે રવિ સિઝનની નવી ખાતર સબસિડી મંજૂર કરવામાં આવી છે. રવિ સિઝન માટે DAP પર પ્રતિ ટન 4,500 રૂપિયાની વધારાની સબસિડી આપવામાં આવશે. તેથી ખેડૂતો માટે ખાતર સસ્તા ભાવે ઉપલબ્ધ રહેશે.