અંબાલાલ પટેલ: 15 થી 20 તારીખમાં ભુક્કા, અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઈના અંતમાં વરસાદનું જોર કેવું રહેવાનું છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 15 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા રહેવાની શક્યતા છે. ત્યાર પછી 15 જુલાઈ થી લઈને 20 જુલાઈમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. 18 તારીખથી લઈને 20 જુલાઈમાં બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમ વધુ મજબૂત બને દેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ગંગા યમુના નદી ની જળ સપાટી વધશે.
23 જુલાઈ થી 26 જુલાઈ માં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. આ દિવસો દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
23 જુલાઈ થી લઈને 26 જુલાઈમાં થન્ડરસ્ટોર્મ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. વરસાદના વહનની અસર મધ્ય ગુજરાતના ભાગો સુધી થઈ શકે છે. પેસેફિક મહાસાગરમાં વિશિષ્ટ સ્થિતિના કારણે 23 જુલાઈથી 25 જુલાઈમાં પણ આવવાનું હળવું દબાણ ઉભુ થશે. આ દબાણ પણ રાજ્યમાં વરસાદ આવશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, વરસાદ આપતી એક પછી એક સિસ્ટમ બની રહી છે. જેના કારણે રાજ્યભરમાં વરસાદ થઈ રહ્યો છે. હજુ પણ એક પછી એક સિસ્ટમ આવવાની શક્યતા છે. તેના કારણે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલ ના અનુમાન મુજબ વરસાદીમાં હોલ 8 ઓગસ્ટ સુધી યથાવત રહેશે.