Rain forecast : ગુજરાત પર આજે પણ કુદરતનો પ્રકોપ વરસવાનો છે. ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન શરૂ થયું છે. જેની અસરના ભાગરૂપે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદ આવતા તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટશે. પરંતું આ ઘટાડો વરસાદ પૂરતો જ હશે. વરસાદ પડી ગયા બાદ ફરી તાપમાનમાં વધારો થઈ શકે છે.
12 જિલ્લામાં આજે વરસાદી આગાહી
ગુજરાતના 12 જિલ્લાઓમાં આજે 13 એપ્રિલે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર, આજે શનિવારે આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ આવી શકે છે.
14 તારીખની આગાહી
રવિવારે 14 એપ્રિલે સુરત, વલસાડ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથ
15 તારીખની આગાહી
સોમવાર, 15 એપ્રિલે માવઠાની સંભાવના નહિવત છે. જોકે, જો આવે તો સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર અને દાહોદમાં આગાહી છે.
17 તારીખ બાદ ગરમી વધશે
Rain forecast : કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમણે કહ્યું કે, 12 થી 15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. તો 17 મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા છે.