Vishabd | ખેડુતોની ઊંઘ બગાડતી આગાહી, એકસાથે બે સીસ્ટમ સક્રીય, જાણો અંબાલાલ પટેલની આગાહી ખેડુતોની ઊંઘ બગાડતી આગાહી, એકસાથે બે સીસ્ટમ સક્રીય, જાણો અંબાલાલ પટેલની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ખેડુતોની ઊંઘ બગાડતી આગાહી, એકસાથે બે સીસ્ટમ સક્રીય, જાણો અંબાલાલ પટેલની આગાહી

ખેડુતોની ઊંઘ બગાડતી આગાહી, એકસાથે બે સીસ્ટમ સક્રીય, જાણો અંબાલાલ પટેલની આગાહી

Team Vishabd by: Majaal | 10:40 AM , 22 October, 2024
Whatsapp Group

આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 22, 23 અને 24 ઓક્ટોબરે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે.

એક બે નહીં બલકે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. આગાહીકાર અંબાલાલ પટેલે વધુ ઘાતક આગાહી કરતા જણાવ્યું છેકે, આ વખતે વરસાદ ગુજરાતીઓની દિવાળી બગાડી શકે છે. 22 ઓક્ટોબરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે

તારીખો જોવી હોય તો જોઈ લેજો! ગુજરાત પર છે વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે. 7થી 14 નવેમ્બરે પણ પાછોતરો વરસાદ થવાની શક્યતા છે.

માર્ચ મહિના સુધી ગુજરાતમાં પાછોતકા વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છેકે, સાઉથ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત દિવાળી સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.

ખાસ કરીને ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે ફરી વરસાદી સિસ્ટમો એક્ટીવ થઈ હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે.

અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને દ્વારકામાં વરસ્યો વરસાદ હતો. આજે પણ અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દિવાળીના એક અઠવાડિયા પહેલાં શિયાળો બેસવાના બદલે ગુજરાતમાં ફરીથી બેઠું ચોમાસું છે.

આઠમા નોરતાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત છે. આજે પણ સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી. 20 થી 24 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીની મધ્યમાં નવા વાવાઝોડાના જન્મની સંભાવના છે.

હવામાન વિભાગે તોફાન અંગે માછીમારોને પણ એલર્ટ કરી દીધા છે. વિભાગે હલચલ દરમિયાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.

ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. લોકલ ક્ન્વકશનના વરસાદ આવશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે.

આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. હાલ આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહી છે.

અમેરિકાથી લઈને અમદાવાદ સુધી વાતાવરણમાં એવા પલટા આવી રહ્યાં છે કે, ઠંડીમાં ગરમી અને ગરમીમાં વરસાદ એવું અનુભવાય છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે ભયંકર છે. તેમણે છેક 2027 સુધીની આગાહી કરીને કહ્યું કે,આગામી દસકો વધુ ખરાબ હશે

Whatsapp Group
સબંધિત પોસ્ટ