દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ખેડુતોને મળતી વીજળીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ખેડૂતોને 8 કલાકના બદલે 6 કલાક જ વિજળી મળશે. આ માઠા સમાચાર દક્ષિણ ગુજરાતના ખેડતો માટે છે.
ખેડૂતોના વિરોધના પગલે સરકાર દ્વારા ખેડૂતોને મળતી વીજળીને લઈ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં ખે્ડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી આપવાનો વાયદો કરાયો હતો. જોકે, દક્ષિણ ગુજરાતના ખે્ડૂતો માટે આ જાહેરાતના થોડા જ દિવસોમાં એક માઠા સમાચાર સામે આવ્યા છે. DGVCLએ ખેતી માટે ખેડૂતોને 8 કલાકના બદલે 6 કલાકનો વીજળી અપાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલનું ખેડૂતોને મળતી વીજળીને લઈને પટેલે મહત્વનું નિવેદન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખેડૂતોને મળતી વીજળીને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે. અને આજથી જ આ બાબતે અમલીકરણ કરવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોને નર્મદા ના પાણીનો વધારે લાભ મળશે. આવી જાહેરાત કૃષિ મંત્રીએ અગાઉ કરી હતી.
DGVCL દ્વારા આ અંગે ખેડૂતોને SMS કરી જાણકારી આપવામાં આવી છે. આમ DGVCL દ્વારા એકા એક વીજકાપના નિર્ણયના પગલે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા આ મામલે વિરોધ નોંધાવામાં આવે તો નવાઈ નહીં.