Modi trump g7 bilateral meet: ફ્રાન્સમાં ચાલી રહેલી G7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક ખૂબ જ મહત્વની બેઠક યોજાઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં ભારતને સમર્થન આપવાની મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, જો ભારત પર ક્યારેય પણ હુમલો થશે, તો અમેરિકા તેની સાથે ઊભું રહેશે. ટ્રમ્પે કહ્યું કે, જો પીએએમ મોદી છે અને ભારત પર કોઈએ હુમલો કર્યો તો અમેરિકા ભારત સાથે ઊભું રહેશે, ભલે આ સંબંધમાં કોઈ લેખિત કરાર ન હોય.કોઈ બીજા નેતા હશે તો અમે કહી નથી શકતા.
ફ્રાન્સના એવિયન શહેરમાં G7 સમિટ દરમિયાન બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે આ દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ હતી. આ બેઠક દરમિયાન ટ્રમ્પે ભારતને ભરોસો અપાવતા એક ઐતિહાસિક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભલે બંને દેશો વચ્ચે યુદ્ધ કે સંરક્ષણને લઈને કોઈ લેખિત કરાર ન હોય, પણ જો મોદી પીએમ પદે હશે અને ભારત પર કોઈ આંચ આવશે, તો અમેરિકા કોઈપણ સંજોગોમાં ભારતની સાથે ખભેખભો મિલાવીને ઊભું રહેશે. બીજી તરફ, આ મુલાકાત બાદ યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધુની) માં કામ કરતા લાખો ભારતીય ખલાસીઓની સુરક્ષાનો અગત્યનો મુદ્દો ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે, તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાના હુમલામાં 3 ભારતીય ખલાસીઓના મોત થયા હતા.
જ્યાં સુધી મોદી વડાપ્રધાન છે, ભારત દરેક જગ્યાએ મોટી ભૂમિકા નિભાવતું રહેશે
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેમને આશા છે કે ભારત પશ્ચિમ એશિયામાં કોઈ ભૂમિકા નિભાવશે તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હા મને આશા છે. મને લાગે છે કે ભારત દરેક વસ્તુમાં મોટી ભૂમિકા નિભાવે છે. જ્યાં સુધી તેઓ (પીએમ મોદી) નેતા છે, ભારત મોટી ભૂમિકા નિભાવતું રહેશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ નિવેદન બંને દેશો વચ્ચે તણાવપૂર્વ સંબંધોની વચ્ચે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારત અને અમેરિકાના સંબંધો ખાલી ઔપચારિક કરાર સુધી મર્યાદિત નથી, પણ બંને દેશો વચ્ચે ગાઢ વિશ્વાસ અને ભાગીદારી
ટ્રમ્પે મોદીના કર્યા વખાણ
ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને લઈને કેટલીક રસપ્રદ વાતો કહી. તેમણે કહ્યું કે, મોદી દેખાવમાં ખૂબ જ શાંત અને સંયમિત લાગે છે, પરંતુ વાતચીત અને ચર્ચા દરમિયાન ખૂબ જ કડક વલણ અપનાવે છે. ટ્રમ્પે કહ્યું કે, વડાપ્રધાન મોદી ‘શાંત, સંયમિત અને જબરદસ્ત’ નેતા છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમના ભારત સાથે ખૂબ જ સારા સંબંધો છે અને તેઓ ભવિષ્યમાં ભારતની મુલાકાત લેવા ઈચ્છે છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેઓ ભારતનું ઘણું સન્માન કરે છે.
ટ્રમ્પનું મોટું નિવેદન
ટ્રમ્પે કહ્યું કે, પાછલી વાર ભારતની મુલાકાત શાનદાર રહી હતી. અમે એ નવા સ્ટેડિયમનું ઉદ્ધાટન કર્યું હતું. ભારતમાં મારો સમય ખૂબ જ સારો વીત્યો હતો. મને લાગે છે કે દરેક વસ્તુમાં ભારતની મોટી ભૂમિકા છે. જ્યાં સુધી પીએમ મોદી નેતા છે. ભારત મોટી ભૂમિકા નિભાવવાનું છે.
શું ઉર્જા સુરક્ષા પર પણ મહત્વની ચર્ચા થઈ?
મોદી અને ટ્રમ્પની બેઠકમાં ઉર્જા સુરક્ષા મુખ્ય મુદ્દાઓમાં સામેલ હતી. છેલ્લા એક વર્ષમાં અમેરિકાથી ભારતીય ઉર્જા આયાતમાં અંદાજે 60 ટકાનો વધારો નોંધાયો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને રશિયાથી ઓઈલની આયાતને લઈને બદલાતા વૈશ્વિક હાલાતો વચ્ચે ભારત પોતાના ઉર્જા સ્ત્રોતોને સુરક્ષિત અને વિવિધ બનાવવા માંગે છે. ઉર્જા સુરક્ષાને લઈને બન્ને દેશોની વધતી ભાગીદારી આગામી સમયમાં વ્યૂહાત્મક રીતે વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.