Vishabd | વિવિધ બેન્કોમાં કલાર્કની ભરતી । Recruitment of clerks in banks વિવિધ બેન્કોમાં કલાર્કની ભરતી । Recruitment of clerks in banks - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
વિવિધ બેન્કોમાં કલાર્કની ભરતી । Recruitment of clerks in banks

વિવિધ બેન્કોમાં કલાર્કની ભરતી । Recruitment of clerks in banks

Team Vishabd by: Vishabd | 09:36 PM , 06 July, 2022
Whatsapp Group

વિવિધ બેન્કોમાં કલાર્કની ભરતી । Recruitment of clerks in banks

IBPS (ઇસ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન )દ્વારા વિવિધ બેન્કોમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે . બેન્કોમાં કલાર્કની ખાલી પડેલી જગ્યા માટે બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે . બહાર પાડેલ નોટિફિકેશનમાં કલાર્કની 6500 થી પણ વધુ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે . આ ભરતી માટે જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓએ ભરતીની સત્તાવાર વેબસાઈડ https://ibps.in પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકાશે . બેન્કની આ ખાલી જગ્યા માટે તારીખ 1/7/2022 થી ફોર્મ ભરવાના શરૂ છે . બેરોજગાર અને નોકરી શોધી રહેલા યુવા વર્ગ માટે ઉત્તમ તક છે .

બેન્કોમાં કલાર્કની ભરતી 2022 - Recruitment of Clerks in Banks 2022

ગુજરાતની સરકારી બેન્કોમાં કલાર્કની જગ્યા માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે. તા. 1/7/2022 થી ફોર્મ ભરવાં ના શરૂ થયેલા છે જે તા. 21/7/2022 સુધી ભરી શકાશે .21 જુલાઈ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે .IBPS દ્વારા બહાર પાડવાં માં આવેલ કલાર્કની ભરતી ની પ્રિલિમ પરીક્ષાનું આયોજન સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે અને મેન્સ પરીક્ષાનું આયોજન ઓક્ટોબર માસ માં યોજવામાં આવી શકે તેમ છે . આ બહાર પાડેલ ભરતી માટે ઉપર મુજબની ટૂંકી નોટિસ બહાર પાડવામાં આવી છે .

ભરતી માટેની શૈક્ક્ષણિક લાયકાત

સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત હોય તેવી કોઈ પણ યુનિવર્સીટી કે વિધાશાખામાં થી મેળવેલી ડિગ્રી

ભારત અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈ પણ સમકક્ષ લાયકાત. ઉમેદવાર પાસે માન્ય માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર હોવું આવશ્યક છે તેમજ નોંધણી કરાવતી વખતે ગ્રેજ્યુએશનમાં મેળવેલ ગુણની ટકાવારી દર્શાવામાં આવશે .

કોમ્પ્યુટર જ્ઞાન :કોમ્પ્યુટર સિસ્ટમમાં સંચાલન અને કાર્યકારી જ્ઞાન ફરજિયાત છે એટલે કે ઉમેદવારો પાસે કોમ્પ્યુટર ઓપરેશન /હાઈસ્કુલ અથવા કોલેજ સંસ્થાના વિષયો પૈકીના એક તરીકે કોમ્પ્યુટર /ભાષામાં ડિગ્રી /ઇન્ફર્મેશન ટેકનોલોજીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ .

ભૂતપૂર્વ સૈનિકો જેઓ ઉપરની લાયકાત ધરાવતા નથી તેઓ મેટ્રિક્યુલેટડ પૂર્વ સૈનિક  હોવા જોઈએ જેમણે સશસ્ત્ર દળોમાં 15 વર્ષથી ઓછી સેવા પૂર્ણ કર્યા પછી નૌકાદળ અથવા વાયુદળમાં આર્મી સ્પેશ્યિલ સર્ટિફિકેટ અથવા પ્રમાણ પત્ર મેળવ્યું હોય.

તારીખ 21/7/2022 ના રોજ યુનિવર્સીટીના આવા પ્રમાણ પત્રો  તા. 21/7/2022 ના રોજ અથવા તે દિવસના અથવા તે પહેલાના હોવા જોઈએ .

ભરતી માટેની વય મર્યાદા

ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ (21/7/2022 ના રોજ )

IBPS ની આ કલાર્કની ભરતી માટે કઈ બેન્કમાં નોકરી મળશે

1 . BOB (બેંક ઓફ બરોડા )

2 . કેનેરા બેંક

3 . બેંક ઓફ મહારાષ્ટ્ર

4 . પંજાબ નેશનલ બેંક

5 . યુનિયન બેંક ઓફ ઇન્ડિયા

6 . યુકો બેંક

7 . ઇન્ડિયન બેંક 
8 . સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા

9 . બેંક ઓફ ઇન્ડિયા

10 . પંજાબ એન્ડ સિંધ બેંક

11 . ઇન્ડિયન ઓવરસીઝ બેંક

ભરતી માટેની અરજી ફી 850 રૂપિયા ( GST સહિત )  અન્ય તમામ માટે SC/ST/PWBD/EXSM ઉમેદવારો માટે 175 રૂપિયા (GST સહિત ) ઓનલાઇન ફોર્મ ભરવાની ફી  બેન્કના ટ્રાન્ઝેક્શન ચાર્જ અને ઈલ્ટીમેશન ચાર્જ ઉમેદવારે પોતાને ભરવાના રહેશે.

પસંદગી પ્રક્રિયા ભરતી માટેની

(1) IBPS ક્લાર્ક પ્રિલિમરી પરીક્ષા 2022

(2) IBPS ક્લાર્ક મેન્સ પરીક્ષા 2022

IBPS clerk vacancy 2022

સંસ્થાનું નામ         : ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન (IBPS)

પોસ્ટ નામ             : કારકુન (CRP -કારકુન -XII)

કુલ પોસ્ટ               : 7000+

નોકરી  સ્થળ          : ભારત

અરજી શરૂ 
થયા તારીખ           : 1 જુલાઈ 2022

છેલ્લી તારીખ         : 21 જુલાઈ 2022

સત્તાવાર                : https://ibps.in

             
 

Whatsapp Group
સબંધિત પોસ્ટ