Vishabd | આગામી 15 દિવસમાં વર્ગ-3 ની બમ્પર ભરતી, જાણો કેટલી જગ્થા, કયારે ફોર્મ ભરાશે સંપુર્ણ માહીતી આગામી 15 દિવસમાં વર્ગ-3 ની બમ્પર ભરતી, જાણો કેટલી જગ્થા, કયારે ફોર્મ ભરાશે સંપુર્ણ માહીતી - Vishabd
Vishabd
Whatsapp Group Join
આગામી 15 દિવસમાં  વર્ગ-3 ની બમ્પર ભરતી, જાણો કેટલી જગ્થા, કયારે ફોર્મ ભરાશે સંપુર્ણ માહીતી

આગામી 15 દિવસમાં વર્ગ-3 ની બમ્પર ભરતી, જાણો કેટલી જગ્થા, કયારે ફોર્મ ભરાશે સંપુર્ણ માહીતી

Team Vishabd by: Akash | 05:42 PM , 01 January, 2024
Whatsapp Group

ગુજરાતમાં વર્ગ 3ની 5000 પદો પર બમ્પર ભરતી ની સંપૂર્ણ  માહિતી નીચે મુજબ જણાવેલ છે..


જાણો ક્યારે થશે જાહેરાત ?

રાજ્ય સરકાર આગામી 15 દિવસમાં  વર્ગ-3 ની 5000  જગ્યાઓ માટે ભરતી કરશે

GSSSB Exam : નવા વર્ષમાં ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતાં નવા યુવા વર્ગ માટે સારા  સમાચાર સામે આવી રહ્યા છે. ઉપરથી મળેલ  માહિતી મુજબ રાજ્ય સરકાર આગામી 15 દિવસમાં જ વર્ગ-3 ની 5000  જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડાશે.


ફોરેસ્ટ બિટગાર્ડની Exam ગૌણ સેવા પસંદગી મંડળ લેશે
આગામી દિવસો માં ફોરેસ્ટ બિટગાર્ડની પરિક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. આ પરીક્ષામાં 4,18,000  ઉમેદવારો ભાગ લેશે તે જાણવામાં આવેલું છે. 8 ,ફેબ્રુઆરીથી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લેવાશે. આ પરીક્ષા 11 જિલ્લાના સેન્ટર પર લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજના 50,000 ઉમેદવારો દ્વારા  પરિક્ષા આપવામાં આવશે.

મિત્રો વર્ગ 3 ની ભરતી માં સરકાર દ્વારા નિયમો માં ફેરફાર 
વર્ગ 3ની ભરતી માટે સરકાર દ્વારા  નિયમોમાં પણ ઘણા બધા  ફેરફારો કરવામાં આવેલા છે.
બીજી બાજુએ ગઇકાલે સરકારે વર્ગ 3ની ભરતી માટે નિયમોમાં પણ કેટલાંક ફેરફાર કર્યા હતા. જેમ કે, હેડક્લાર્ક, ઓફીસ આસિસ્ટન્ટ સહસહિત વિવિધ સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામા આવશે. આ અંગે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેથી વર્ગ-3 ની પરીક્ષા પણ બે તબક્કામાં આયોજીત થશે.

મિત્રો આપને જાણીએ કઇ પદ્ધતીથી પરીક્ષાનું આ થશે આયોજન 
જેમાં પ્રથમ પરીક્ષા MCQ આધારિત લેવામાં આવશે, ત્યાર બાદની પરીક્ષા લેખીત સ્વરૂપે લેવામાં આવશે. જો કે જુનિયર ક્લાર્કની પરીક્ષાને તેમાંથી બાકાત રાખવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા માત્ર MCQ આધારિત જ લેવામાં આવશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ