Vishabd | Vitamin B12: શું તમારું શરીર પણ સ્વાસ્થ્યના સંકેતો આપી રહ્યા છે? જાણો વિટામિન B12 ની ઉણપના લક્ષણો Vitamin B12: શું તમારું શરીર પણ સ્વાસ્થ્યના સંકેતો આપી રહ્યા છે? જાણો વિટામિન B12 ની ઉણપના લક્ષણો - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
Vitamin B12: શું તમારું શરીર પણ સ્વાસ્થ્યના સંકેતો  આપી રહ્યા છે? જાણો વિટામિન B12 ની ઉણપના લક્ષણો

Vitamin B12: શું તમારું શરીર પણ સ્વાસ્થ્યના સંકેતો આપી રહ્યા છે? જાણો વિટામિન B12 ની ઉણપના લક્ષણો

Team Vishabd by: Vishabd | 10:30 AM , 24 June, 2026
Whatsapp Group

વિટામિન B12 એ આપણા શરીર માટે એક અત્યંત મહત્વનું પોષક તત્વ છે. તે માત્ર લાલ રક્તકણો (Red Blood Cells) બનાવવામાં જ મદદ નથી કરતું, પરંતુ તે આપણી ચેતાતંત્ર (Nerves) અને મગજની કામગીરીને યોગ્ય રીતે ચલાવવા માટે પણ અનિવાર્ય છે. વિટામિન બી૧૨ ની ઉણપથી શરીરમાં સતત થાક, અશક્તિ, હાથ-પગમાં કળતર કે ઝણઝણાટી થવી, સ્મરણશક્તિ નબળી પડવી, ત્વચા પીળી પડવી અને પાચનતંતુમાં સમસ્યા જેવા મુખ્ય લક્ષણો દેખાય છે. આ સમસ્યા નર્વસ સિસ્ટમ અને લાલ રક્તકણો (RBC) ના ઉત્પાદનને સીધી અસર કરે છે.

થાક અને નબળાઇ

જો તમે સવારે ઉઠતાની સાથે જ થાક અને નબળાઈ અનુભવો છો, તો તે વિટામિન B12 ની ઉણપ દર્શાવે છે. જો તમે પૂરતી ઊંઘ લેવા છતાં થાક અનુભવો છો, તો આ વિટામિન B12 ની ઉણપના સંકેતો છે.

પગમાં સતત ઠંડાપણું રહેવું

જો હવામાન સામાન્ય હોવા છતાં તમારા પગ હંમેશા ઠંડા રહેતા હોય, તો તે વિટામિન B12 ની ઉણપનો સંકેત હોઈ શકે છે. વિટામિન B12 ની અછતને કારણે લાલ રક્તકણોનું નિર્માણ ઘટે છે, જેનાથી શરીરના અંતિમ ભાગો જેવા કે પગ સુધી લોહી અને ઓક્સિજનનો પુરવઠો યોગ્ય રીતે પહોંચી શકતો નથી. 

પગમાં બળતરા અને ઝણઝણાટી

ઘણા લોકોને કોઈ પણ દેખીતા કારણ કે ઈજા વગર પગના તળિયામાં સતત બળતરા અનુભવાય છે. 'જર્નલ ઓફ ન્યુરોલોજી' ના સંશોધન મુજબ, જેમનું વિટામિન B12 લેવલ ઓછું હોય છે, તેમને હાથ અને પગમાં બળતરાની ફરિયાદ અન્ય લોકો કરતા વધુ રહે છે. આ ઉપરાંત, પગમાં 'ઝણઝણાટી' (Tingling) થવી અથવા 'સોય ખૂંચતી હોય' તેવો અહેસાસ થવો એ B12 ની ઉણપનું સૌથી સામાન્ય લક્ષણ છે. 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ' ની ચેતવણી મુજબ, જો આ સ્થિતિને લાંબા સમય સુધી નજરઅંદાજ કરવામાં આવે, તો તે ચેતાઓને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.

ત્વચાનો પીળો રંગ 

પગની ત્વચાનો રંગ જો અસામાન્ય રીતે પીળો દેખાતો હોય, તો તેને ચેતવણી ગણવી જોઈએ. જ્યારે શરીરમાં સ્વસ્થ રક્તકણોની ઉણપ સર્જાય, ત્યારે એનિમિયા જેવી સ્થિતિ ઊભી થાય છે વિટામિન B12 ની ઉણપથી થતા એનિમિયાને કારણે ત્વચાનો કુદરતી રંગ ફીકો પડી જાય છે, જે પગ જેવા ભાગો પર વધુ સ્પષ્ટપણે જોવા મળે છે.

મેગાલોબ્લાસ્ટિક એનિમિયા

જો શરીરમાં વિટામિન B12ની ગંભીર ઉણપ હોય, તો તે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થઇ જાય છે. આમાં RBCનું કદ મોટું થાય છે. આ ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે, તો તે ઘાતક પરિણામો તરફ લઇ જઇ શકે છે.

યાદશક્તિમાં ઘટાડો અને મૂંઝવણ

વિટામિન B12 ની ઉણપ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે. મગજની કામગીરી પણ આનાથી પ્રભાવિત થઈ શકે છે. આનાથી યાદશક્તિમાં ઘટાડો અને મૂંઝવણ થાય છે. આભાસની ફરિયાદ રહે છે.

પાચનતંત્રના પ્રશ્નો

દિવસ દરમિયાન ભૂખ ન લાગવી અને અચાનક વજન ઘટવું.કબજિયાત અથવા ઝાડા થવા અને ગેસની સમસ્યા રહેવી.

B12 ઉણપ દૂર કરવા શું ખાવું 

વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે રોજિંદા જીવનમાં શું ખાવું જોઈએ. વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે, તમે તમારા આહારમાં માંસ, માછલી, ઇંડા,અનાજ, લીલા શાકભાજી, દહીં, દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરી શકો છો.


Whatsapp Group
સબંધિત પોસ્ટ