Vishabd | કેન્સરના શરૂઆતી લક્ષણો, અવગણવાની ભુલ પડશે ભારે કેન્સરના શરૂઆતી લક્ષણો, અવગણવાની ભુલ પડશે ભારે - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
કેન્સરના શરૂઆતી લક્ષણો, અવગણવાની ભુલ પડશે ભારે

કેન્સરના શરૂઆતી લક્ષણો, અવગણવાની ભુલ પડશે ભારે

Team Vishabd by: Vishabd | 05:58 PM , 22 June, 2026
Whatsapp Group

કેન્સરના શરૂઆતી લક્ષણો સામાન્ય રોગો જેવા જ હોઈ શકે છે, જેને લોકો સામાન્ય રીતે અવગણતા હોય છે. મુખ્ય ચેતવણીરૂપ સંકેતોમાં વજનમાં અકારણ ઘટાડો, શરીરમાં ગાંઠ કે સોજો, લાંબા સમય સુધી રહેતી ઉધરસ, ત્વચામાં ફેરફાર અને સતત રહેતો થાક કે નબળાઈ નો સમાવેશ થાય છે.

આજે ૨૨ જૂન, ૨૦૨૬ ના રોજ આધુનિક મેડિકલ સાયન્સ ઘણું આગળ વધી ચૂક્યું છે, પરંતુ કેન્સરના કિસ્સામાં સૌથી મહત્વની બાબત તેની સમયસર ઓળખ છે. રોગના શરૂઆતના તબક્કામાં શરીરમાં કોઈ મોટો દુખાવો કે અસહ્ય અસ્વસ્થતા થતી નથી. આ જ કારણે મોટાભાગના લોકો જ્યારે રોગ છેલ્લા તબક્કામાં કે ગંભીર સ્થિતિમાં પહોંચે છે ત્યારે જ હોસ્પિટલ જાય છે. અહીં એવા ૩ મુખ્ય લક્ષણો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે, જેને આપણે સામાન્ય ગણીને ભૂલથી પણ અવગણવા ન જોઈએ.

લાંબા સમયથી ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફો

અત્યાર ના સમયમાં ખરાબ વાતાવરને કારણે શરદી, ઉધરસ અને ફેફસાના રોગો સામાન્ય બની ગયા છે. સામાન્ય વાયરલ ઇન્ફેક્શન કે શરદીની ઉધરસ સામાન્ય રીતે બે અઠવાડિયાની અંદર દવાઓ અથવા આરામથી મટી જતી હોય છે. પરંતુ જો તાવ કે શરદી મટી ગયા પછી પણ ઉધરસ સતત ચાર અઠવાડિયા (એક મહિનો) થી વધુ સમય સુધી ચાલુ રહે, તો તે ગંભીર બાબત છે. આ પ્રકારની ક્રોનિક ઉધરસ અસ્થમા અથવા એસિડિટી ના કારણે હોઈ શકે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે ફેફસાં અથવા ગળાના કેન્સરનું પ્રારંભિક લક્ષણ પણ હોઈ શકે છે.

અચાનક વજન ઘટવા લાગે

જો તમે કોઈ ડાયેટ ફોલો નથી કરી રહ્યા કે જીમમાં નથી જઈ રહ્યા તેમ છતાં  તમારું વજન અચાનક ઘટી જાય છે, તો તે શરીરમાં કોઈ ગંભીર બીમારીનો સંકેત છે. તબીબી વિજ્ઞાન અનુસાર, અચાનક વજન ઘટવું એ સ્વાદુપિંડ, ફેફસાં, પેટ અથવા અન્નનળીના કેન્સરના શરૂઆતના ચેતવણીરૂપ સંકેતો હોઈ શકે છે. જો કે, આ લક્ષણ થાઇરોઇડની તકલીફમાં પણ જોવા મળે છે, પરંતુ લોકો ઘણીવાર તેને માનસિક તણાવ અથવા ભૂખ ન લાગવાની સામાન્ય સમસ્યા માનીને ટાળી દે છે, જે જોખમી સાબિત થઈ શકે છે.

સતત થાકલાગવો અને શરીરમાં નબળાઈ આવી જવી

દિવસભરના કામકાજ પછી થાક લાગવો સ્વાભાવિક છે, પરંતુ જો પૂરતી ઊંઘ અને આરામ કરવા છતાં પણ શરીરમાંથી ગંભીર થાક દૂર ન થતો હોય, તો તે કેન્સર અને હૃદય રોગની શરૂઆત હોઈ શકે છે. આ સિવાય, લોકો ઘણીવાર કબજિયાત, ડાયેરિયા (ઝાડા) અથવા મળમાં લોહી આવવાની સમસ્યા માટે જાતે જ મેડિકલ સ્ટોર પરથી પાઇલ્સ (હરસ) ની દવાઓ લઈને સારવાર શરૂ કરી દે છે. નિષ્ણાતોના મતે મળમાં લોહી આવવું એ કોલોરેક્ટલ કેન્સર (આંતરડાનું કેન્સર) નું મોટું લક્ષણ હોઈ શકે છે. વધુમાં, જો તમને વાતચીત દરમિયાન શબ્દો ઝડપથી યાદ ન આવતા હોય, સતત યાદશક્તિ ઓછી થતી જણાતી હોય અથવા કોઈ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા અનુભવાતી હોય, તો મગજની તપાસ કરાવવી પણ એટલી જ અનિવાર્ય છે.

અન્ય કેટલાક લક્ષણો શરીરના અંગો અનુસાર જોવા મળે છે

ત્વચા (સ્કીન): ત્વચા પર કોઈપણ નવો તલ કે મસા ઉગવો, અથવા તેના કદ, આકાર અને રંગમાં ફેરફાર થવો.

સ્તન (બ્રેસ્ટ): સ્તનમાં અથવા અંડકોષમાં કોઈપણ પ્રકારની કઠણ ગાંઠ કે સોજો અનુભવાવો.

મોં કે ગળું: મોંમાં ક્યારેય રુઝ ન આવતું ચાંદુ, સફેદ/લાલ ડાઘ અથવા ખોરાક ગળવામાં તકલીફ પડવી.

ફેફસાં: લાંબા સમય સુધી રહેતી ઉધરસ, અવાજમાં ફેરફાર અથવા કફમાં લોહી પડવું.

પાચનતંત્ર: લાંબા સમય સુધી ઝાડા-ઉલ્ટી કે કબજિયાત રહેવી, મળમાં લોહી કે પેશાબ કરતી વખતે સમસ્યા થવી.

Whatsapp Group
સબંધિત પોસ્ટ