જાણીતા હવામાન નિષ્ણાત રજનીકાંત લાલાણી એ વરસાદને લઈને આગાહી કરી છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરી છે. છેલ્લા 21 વર્ષનો અનુભવ ધરાવતા એવા રજનીકાંત લાલાણી જે સૌરાષ્ટ્રના વતની છે. તેમણે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે.
વરસાદની આગાહી ને લઈને છેલ્લા 21 વર્ષનો અનુભવ ધરાવતા એવા ઉપલેટાના રજનીકાંત લાલાણી એ વરસાદ કેવો રહેશે તેના પર આગાહી કરી છે. તેઓ રાજ્યમાં ચોમાસાને લઈને છેલ્લા ૨૧ વર્ષથી આગાહી કરતા આવે છે જેમાંથી મોટાભાગની આગાહી સાચી પણ સાબિત થઈ છે.
આ પણ વાચો: નક્ષત્રો મુજબ અંબાલાલ પટેલની આગાહી, મૃગશીર્ષ નક્ષત્રમાં વાવાઝોડુ? જાણો કેટલો વરસાદ, કઇ તારીખે
આ વર્ષે રજનીકાંત લાલાણી એ રાજ્યમાં વરસાદ ને લઈને આગાહી કરતા કહ્યું છે કે આ વર્ષે વરસાદના માત્ર 33 દિવસો છે એટલે કે રાજ્યમાં ૩૦ દિવસ જ વરસાદ પડવાની શક્યતા છે અને રાજ્યમાં 10 આની વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.જાણીતા હવામાન નિષ્ણાંત રજનીકાંત લાલાણી એ વાવણી અંગે પણ અહીં કરી છે. તેમણે ગુજરાતમાં પહેલી વાવણીની તારીખ 16 થી 17 જૂન કહી છે. જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે તેમના અનુસાર બીજી વાવણી 22 થી લઈને 29 જુલાઇ દરમિયાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાચો: રમણીકભાઇ વામજાની આગાહી, આ તારીખે વાવણી, આતી ભારેે વરસાદની આગહી, જાણો શુ કરી આગાહી
રજનીકાંત લાલાણીએ જણાવ્યા અનુસાર વરસાદના 24 પરિબળો ચકાસ્યા પછી તેમણે જણાવ્યું છે કે જુલાઇ માસ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાશે. અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સંભાવના નથી જોવા મળી રહી. ઓક્ટોબર માસ ની વાત કરીએ તો 10 11 અને 12 ઓક્ટોબર દરમિયાન વરસાદ થશે.. અને 14 ઓક્ટોબરે ચોમાસુ સત્તાવાર રીતે વિદાય લેશે.
અંબાલાલ પટેલ પણ છેલ્લા કેટલાક વર્ષોથી આગાહી કરી રહ્યા છે અને મોટા ભાગની આગાહી તેમની સાથે નીવડતી હોય છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે આ વર્ષ દરમિયાન શ્રીલંકા તરફથી ચોમાસુ ભારતમાં જોવા મળી શકે છે પરંતુ પવન ઘટાડો થવાના કારણે ચોમાસામાં જોવા મળી શકે છે. આ વસ્તુ ભારે પવન સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમાં ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ ઉત્તમ સાબિત થઈ શકે છે.
આ પણ વાચો: ગુજરાતમાં ચોમાસુ કયારે? હવામાન વિભાગે કરી મોડી આગાહી, જાણો કયા પડશે પહેલો વરસાદ