મિત્રો સૌરાષ્ટ્ર તેમજ રાજય ભરમાં જો ચોમાસાનું સમયસર આગમન થાય તો,ખેડૂતો છે જે રાહતનો શ્વાસ લે. થોડા દિવસ પહેલા બંગાળની ખાડીમાં અસાની નામના વાવાઝોડુ સર્જાયુ હતું. તેણે ભારતમાં ખળભળાટ મચાવ્યો હતો અને ભારે તબાહી મચાવી નાખી હતી.
આ વાવાઝોડાની એક્ટિવિટીને કારણે બંગાળની ખાડીમાં ચોમાસાની હલચલની એક્ટિવિટી ખૂબ જ તીવ્ર અને એકટીવ બની હતી. વાવાઝોડું લેન્ડફોલ થયાના તરતજ આંદામાન નિકોબારના ટાપુઓ ઉપર ચોમાસુ સમય કરતા વહેલા બેસી ગયું હતું. અને ગાંજબવીજ સાાથે વરસાદની ભારે એક્ટિવિટી પણ જોવા મળી હતી. પરંતુ થોડા દિવસો પછી એકાએક બંગાળની ખાડીનું ભેજનું કોટીંગ એકદમ ઘટી જવાથી ચોમાસાની આગમનમાં બ્રેક લાગી હતી.
પરંતુ હવામાન વિભાગ દ્વારા 29 મેના રોજ કેરળમાં ચોમાસાના આગમનની જાહેરાત કરી હતી. આ વરસાદની જાહેરાત ‘બિન દુલ્હા બારાત’ જેવી છે.
આ પણ વાચો: રમણીકભાઇ વામજાની આગાહી, આ તારીખે વાવણી, આતી ભારેે વરસાદની આગહી, જાણો શુ કરી આગાહી
આ પણ વાચો: આખું ગુજરાત સાવધાન, આ વિસ્તારોમાં પડશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
મિત્રો ગુજરાતની વાત કરીએ તો, હવામાનના વિવિધ મોડલ ઉપરથી માહીતી પ્રાપ્ત કરતા, હાલ એવું જણાઈ રહ્યું છે કે, ગુજરાત રાજયમાં 12 જૂન પહેલા ચોમાસાનું આગમન થાય તેવું લાગી રહ્યું નથી. જોકે ગુજરાત રાજ્યમાં ચોમાસાની બેસવાની નોર્મલ તારીખ આગાહી કારકો મુજબ 15 જૂનની આજુબાજુની છે.
રાજ્યમાં તારીખ 15થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસી જશે
બીજી બાજુ રાજ્યમાં ચોમાસાને લઈને પણ મહત્વના સમચાર સામે આવ્યા છે. રાજ્યમાં તારીખ 15થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસી જશે. આ સાથે રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે જાહેરાત કરતા જણાવ્યું કે, 'મહારાષ્ટ્રમાં તારીખ 8થી 10 જૂન વચ્ચે ચોમાસું બેસી જશે. જ્યારે 15થી 20 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું બેસશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના લીધે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.'
આ પણ વાચો: વરસાદ એલર્ટ: ધોધમાર વરસાદની ચેતવણી, આ વિસ્તારોમાં પડશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
હવામન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપાયી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈ કાલે રાજ્યમાં પવનની ગતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દરિયો તોફાની બનતા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે.