અંબાલાલ પટેલે ફરીવાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખુબ સારું રહેશે તેવી શકયતા દર્શાવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જૂન મહિનામાં વાવણીલાયક વરસાદ થશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આગાહી મુજબ 2022 ના નક્ષત્ર પ્રમાણે ચોમાસું સારું રહેવાના એંધાણ વ્યક્ત પણ વ્યકત કરવામાં આવ્યા છે.
હાલમાં રોહિણી નક્ષત્ર ચાલુ છે. આ નક્ષત્રમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ખાસ જણાતી નથી. આ નક્ષત્રમાં વાવાઝોડા બનવાની સંભાવના વધારે હોય છે. પરંતુ આ વર્ષે હાલમાં કોઈ વાવાઝોડાની શકયતાં જણાતી નથી. રોહિણી નક્ષત્ર પછી મૃગશીર્ષ નક્ષત્ર આવશે જેમાં વરસાદના સારા જોગ બની શકે છે. 07/06/2022 સુધી સૂર્ય રોહિણી નક્ષત્રમાં રહેશે. ત્યાર બાદ મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ થશે. મૃગશીર્ષ નક્ષત્રમાં ચોમાસાનું આગમન થઇ જશે. આ નક્ષત્રમાં વાવણી લાયક વરસાની જાજી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
આ પણ વાચો: ગુજરાતમાં ચોમાસુ કયારે? હવામાન વિભાગે કરી મોડી આગાહી, જાણો કયા પડશે પહેલો વરસાદ
હાલતો ચોમાસુ કેરળમાં મુશળઘાર વરસાદ વરસાવી ને કર્ણાટક પહોચી ગયુ છે. ત્યાર પછી તે મુંબઇ થઇ ગુજરાત રાજયમાં પ્રવેશ કરશે અને સૌરાષ્ટ્રમાં 10 જુન થી લઇ 13 જુનની વચ્ચે ખુબ સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શકયતા વ્યક્ત કરી છે. તેમજ 15 જૂન સુધી સમગ્ર રાજ્યમાં ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યકત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 3 જૂને ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના છે. આગાહી મુજબ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં 40 ઇંચ વરસાદ પડવાની શક્યતાઓ વ્યકત કરી છે.
આ પણ વાચો: વરસાદ એલર્ટ: ધોધમાર વરસાદની ચેતવણી, આ વિસ્તારોમાં પડશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. અગામી 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ વરશે તેવી શક્યતા છે. સાથે 15 જૂનથી સમગ્ર રાજ્યભરમાં નિયમિત રીતે ચોમાસુ શરૂ થવાની સંભાવના છે. તેમજ અગામી 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાચો: આખું ગુજરાત સાવધાન, આ વિસ્તારોમાં પડશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
ચોમાસાની ગતિવિધિ સમજો