Vishabd | તમારા ટુ-વ્હીલરની પાછળ અચાનક કૂતરુ દોડે તો શું કરવુ ? તમારા ટુ-વ્હીલરની પાછળ અચાનક કૂતરુ દોડે તો શું કરવુ ? - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
તમારા ટુ-વ્હીલરની પાછળ અચાનક કૂતરુ દોડે તો શું કરવુ ?

તમારા ટુ-વ્હીલરની પાછળ અચાનક કૂતરુ દોડે તો શું કરવુ ?

Team Vishabd by: Vishabd | 10:42 AM , 04 July, 2026
Whatsapp Group

તમારા ટુ-વ્હીલરની પાછળ અચાનક કૂતરુ દોડે તો શું કરવુ ?

તમને પણ ઘણીવાર અનુભવ થયો હશે કે કૂતરાઓ બાઇક અને કાર પાછળ દોડવા લાગે છે. જો કૂતરાઓ રાત્રે બાઇક પાછળ દોડવા લાગે છે, તો લોકો ડરી જાય છે. ઘણી વખત આના કારણે બાઇક પડી જાય છે અને કૂતરુ કરડે છે.

ટુ-વ્હીલર ચાલકોને સામાન્ય રીતે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે આવું થાય છે, તો ગભરાવાને બદલે, તમે કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવી શકો છો, જેનાથી કૂતરાથી છુટકારો મળશે અને બાઇક પડી જવાનો ડર રહેશે નહીં.

વાહનને થોભવી દો 

જો કૂતરાઓ તમારી બાઇક પાછળ દોડવા લાગે છે, તો અચાનક બાઇકની ગતિ વધારશો નહીં. ઘણા લોકો ડરના કારણે અચાનક બાઇકની ગતિ વધારી દે છે, જેનાથી બાઇક પડી જવાનું જોખમ વધી જાય છે. ટુ-વ્હીલરની પાછળ કૂતરું દોડે ત્યારે ગભરાયા વગર વાહનની સ્પીડ અચાનક ન વધારો. ધીમે-ધીમે વાહન થોભાવી દો, કૂતરાની આંખમાં સીધું જોવાનું ટાળો અને ડર્યા વગર સીધા ઊભા રહો. આટલું કરવાથી કૂતરું ભસવાનું બંધ કરી તમને કરડતું અટકાવી શકાય છે.

રસ્તાની દિશા બદલાવી શકાઈ 

જો રસ્તો ખાલી હોય અને પાછળ કોઈ વાહન ન હોય, તો તમે તમારી દિશા બદલી શકો છો અને કૂતરાઓથી છુટકારો મેળવવા માટે રસ્તા પર ડાબો કે જમણો વળાંક લઈ શકો છો. કૂતરાઓ સામાન્ય રીતે સીધી દિશામાં દોડે છે. દિશા બદલવાથી તેઓ મૂંઝવણમાં મુકાય છે અને તેઓ પીછો કરવાનું બંધ કરી દે છે. આ પદ્ધતિ ખૂબ અસરકારક પણ સાબિત થઈ શકે છે.

ધ્યાન ભટકાવો

જો તમારી પાસે પાણીની બોટલ કે અન્ય કોઈ સામાન હોય, તો તેને કૂતરાની વિરુદ્ધ દિશામાં ફેંકી દો. કૂતરો એ વસ્તુની પાછળ જશે અને તમને સુરક્ષિત રસ્તો મળી જશે.

નીચે ઝૂકવાનો ઇશારો કરો

જો કૂતરો વધુ આક્રમક થાય, તો વાહન પરથી ઉતરીને નીચે ઝૂકીને પથ્થર ઉપાડવાનો કે ફેંકવાનો માત્ર અભિનય કરો. આનાથી કૂતરા ડરીને દૂર ભાગી જાય છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ