Vishabd | RTOના નવા નિયમો: લાયસન્સ રિન્યુ કરાવતા પહેલા હવે લેવી પડશે ખાસ ટ્રેનિંગ RTOના નવા નિયમો: લાયસન્સ રિન્યુ કરાવતા પહેલા હવે લેવી પડશે ખાસ ટ્રેનિંગ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
RTOના નવા નિયમો: લાયસન્સ રિન્યુ કરાવતા પહેલા હવે લેવી પડશે ખાસ ટ્રેનિંગ

RTOના નવા નિયમો: લાયસન્સ રિન્યુ કરાવતા પહેલા હવે લેવી પડશે ખાસ ટ્રેનિંગ

Team Vishabd by: Vishabd | 10:29 PM , 07 July, 2026
Whatsapp Group

ટ્રાફિક ચલણ અને વારંવાર નિયમોનું ઉલ્લંઘનનો લાંબો રેકોર્ડ ધરાવતા ડ્રાઇવરોને લાઇસન્સ રિન્યુઅલ દરમિયાન વધારાની સ્ક્રીનીંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. 

કેન્દ્ર સરકાર માર્ગ સલામતીને મજબૂત બનાવવા અને માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક રાહત આપવાના હેતુથી મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય એવા પ્રસ્તાવો પર કામ કરી રહ્યું છે જેમાં વારંવાર ટ્રાફિક ઉલ્લંઘનનો ઇતિહાસ ધરાવતા ડ્રાઇવરોને તેમના ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરતા પહેલા ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર પડી શકે છે. વધુમાં, ઇજાગ્રસ્ત પીડિતો અને મૃતકોના પરિવારોને અંતિમ ચુકાદા પહેલા વચગાળાનું વળતર પૂરું પાડવા માટેની સિસ્ટમ પણ અમલમાં મૂકી શકાય છે.

લાયસન્સ રિન્યુઅલની પદ્ધતિમાં થઈ શકે છે બદલાવ 

તમારું ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોય અને તેને એક વર્ષથી વધુ સમય ન થયો હોય, તો તમે કોઈ પણ ડ્રાઇવિંગ ટેસ્ટ વગર સરળતાથી તેનું રિન્યુઅલ કરાવી શકો છો. આ પ્રક્રિયા સંપૂર્ણપણે કાગળની કાર્યવાહી પર આધારિત છે. પરંતુ પ્રસ્તાવિત ફેરફારો લાગુ થયા પછી, હવે રિન્યુઅલની પ્રક્રિયા દરેક માટે એક જેવી રહેશે નહીં.

ફરજિયાત તાલીમ

​નવા નિયમો મુજબ, જે વાહનચાલકોના નામે વારંવાર ચલણ (મેમો) ફાટ્યા હશે અથવા જેમનો ટ્રેક રેકોર્ડ ખરાબ હશે, તેમણે લાયસન્સ રિન્યુ કરાવતા પહેલા ફરજિયાત રિફ્રેશર ટ્રેનિંગ કોર્સ પાસ કરવો પડશે.

આ ટ્રેનિંગ સરકારી માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સેન્ટર પર લેવી પડશે. ​ટ્રેનિંગ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ સબમિટ કર્યા પછી જ લાયસન્સ રિન્યુ થશે.

સરકાર લાયસન્સ ધારકોને તેમના ‘ટ્રાફિક રેકોર્ડ’ના આધારે બે શ્રેણીઓમાં વિભાજિત કરવાની યોજના બનાવી રહી છે:

સારો ટ્રેક રેકોર્ડ: એવા વાહનચાલકો જે નિયમિતપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે અને જેમનો કોઈ મોટો ચલણ રેકોર્ડ નથી. તેમને હાલના નિયમો હેઠળ જ રિન્યુઅલની સુવિધા મળતી રહેશે.

ખરાબ ટ્રેક રેકોર્ડ: એવા વાહનચાલકો જેમની સામે વારંવાર ચલણ નોંધાયેલ છે, જેઓ ઓવરસ્પીડિંગ, ખોટી દિશામાં વાહન ચલાવવા અથવા જોખમી ડ્રાઇવિંગના દોષિત સાબિત થયા છે. હવે આવા વાહનચાલકોને લાયસન્સ રિન્યુ કરાવતા પહેલા ફરજિયાત ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડી શકે છે. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે રસ્તા પર ગાડી ચલાવવાનો અધિકાર ફક્ત તેમની પાસે જ હોય જે ટ્રાફિકના નિયમો અને વાહન ચલાવવાના ધોરણોને પૂર્ણ કરે છે.

પાંચ વાર નિયમ ભંગ: જો કોઈ વાહનચાલક વર્ષમાં ૫ કે તેથી વધુ વખત ઈ-ચલણ (ઈ-મેમો) મેળવે છે, તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે.

રિન્યુઅલ પ્રક્રિયા: વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા ડ્રાઈવરો માટે લાયસન્સ રિન્યુઅલ સમયે વધારાની કડક સ્ક્રીનીંગ પ્રક્રિયા અને ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જોગવાઈ છે.

લાયસન્સ રદ થવાની સ્થિતિ: જો ગંભીર ગુનાના કારણે લાયસન્સ રદ કરવામાં આવે, તો નિયમાનુસાર ૩ વર્ષ સુધી નવું લાયસન્સ મેળવવું મુશ્કેલ બને છે.

સરકાર શા માટે આ નિયમ લાવી રહી છે 

સરકારનું માનવું છે કે માત્ર દંડ (ચલણ) વસૂલવો પૂરતો નથી. ભારે દંડ ભર્યા પછી પણ જો વ્યક્તિની ડ્રાઇવિંગની આદતોમાં સુધારો ન થતો હોય, તો તેને રસ્તા પર વાહન ચલાવવાની પરવાનગી ફરીથી આપતા પહેલા તેની ક્ષમતાની તપાસ થવી જોઈએ. કડક ડ્રાઇવિંગ ટેસ્ટ ફરીથી લેવાનો પ્રસ્તાવ આ દિશામાં એક અસરકારક પગલું છે, જેથી બેદરકાર વાહનચાલકોને પોતાની જવાબદારીની ભાન થઈ શકે.

દંડની ચુકવણી: નવા CMVR નિયમો મુજબ, ઈ-ચલણ ઇશ્યૂ થયાના ૪૫ દિવસમાં તેનો નિકાલ કરવો જરૂરી છે, નહીં તો તે આપોઆપ સ્વીકારાઈ જશે.


Whatsapp Group
સબંધિત પોસ્ટ