મિત્રો હાલ કેરળથી ચોમાસુ આગળ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ સુચવવામાં આવ્યું હતું કે કેરળમાં ચોમાસુ બેસ્યા બાદ તે આગળ વધીને ગુજરાત તરફ આવશે. ત્યારે ગુજરાતિઓને સારા સમાચાર મળવાના છે. કેરળથી આગળ વધીને ચોમાસું આજે કર્ણાટક પહોંચી ગયું છે. એવામાં 5 જૂન સુધીમાં ચોમાસુ કર્ણાટક પહોંચશે અને ગુજરાત તરફ 15 જૂનની આસપાસ આવી જશે.
જ્યારે ૧૭ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું નિયમિત થઈ શકે છે અને હવામાન વિભાગ દ્વારા પણ કેટલીક આગાહીઓ કરવામાં આવી છે કે આ વર્ષે ચોમાસુ કેવો રહેશે. ચોમાસાને લઈને અવારનવાર હવામાન વિભાગના નિષ્ણાંતો દ્વારા પણ અપડેટ આપવામાં આવી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ચોમાસુ સારુ રહેશે.
વાત કરવામાં આવે તો આ વર્ષે પાંચ દિવસ પહેલા એટલે કે 31 મેના રોજ ચોમાસુ કર્ણાટક સુધી પહોંચી ગયું હતું અને ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વખતે 11 થી લઈને 13 જૂન વચ્ચે ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું આગમન કરશે. ત્યારે કહી શકીએ તો દર વર્ષ કરતાં આ વર્ષે ચોમાસુ વહેલા આવવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા જૂન મહિનાના વરસાદને લઈને અનુમાન કરવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગના મોડેલ પરથી કહીએ તો ગુજરાતના કચ્છ દરિયા કાંઠા વિસ્તારો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સારો એવો વરસાદ પડી શકે છે. તેથી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક અને બે જૂને ગરમીનું પ્રમાણ વધ્યું છે અને બે જુન સુધીમાં તો ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને ગરમીનું પ્રમાણ ઘટી જશે.