Vishabd | India vs Ireland T20: શ્રેયસ અય્યરનું T20માં ફ્લોપ કમબેક, કેપ્ટનશીપ ડેબ્યૂમાં મળી શર્મનાક હાર India vs Ireland T20: શ્રેયસ અય્યરનું T20માં ફ્લોપ કમબેક, કેપ્ટનશીપ ડેબ્યૂમાં મળી શર્મનાક હાર - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
India vs Ireland T20: શ્રેયસ અય્યરનું T20માં ફ્લોપ કમબેક, કેપ્ટનશીપ ડેબ્યૂમાં મળી શર્મનાક હાર

India vs Ireland T20: શ્રેયસ અય્યરનું T20માં ફ્લોપ કમબેક, કેપ્ટનશીપ ડેબ્યૂમાં મળી શર્મનાક હાર

Team Vishabd by: Vishabd | 07:04 AM , 27 June, 2026
Whatsapp Group

બેલફાસ્ટમાં રમાયેલી પહેલી T20 મેચમાં આયર્લેન્ડે ભારતને હરાવ્યું. આશ્ચર્યજનક વાત એ છે કે આયર્લેન્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર ભારતને હરાવ્યું

ભારત સામે આયર્લેન્ડની પહેલી જીત

આયર્લેન્ડની જીતના હીરો તેના કેપ્ટન લોર્કન ટકર અને તેના બોલરો હતા. મેથ્યુ હેલાર્ડ અને જય મુન્દ્રા હતા, જેઓ તેમની પહેલી મેચ રમી રહ્યા હતા, બંનેએ મળીને અડધી ભારતીય ટીમને આઉટ કરી દીધી. પરિણામે, ટીમ ઈન્ડિયા પહેલી T20 મેચ હારી ગઈ. અને જો ટીમ ઈન્ડિયા આગામી મેચ જીતી જાય તો પણ શ્રેણી 1-1 થી ડ્રો રહેશે.

ચાલો હવે તમને જણાવીએ કે વિશ્વની નંબર 1 T20 ટીમ ભારત આયર્લેન્ડ જેવી ટીમ સામે કેવી રીતે હારી ગયું. 182 રનના જવાબમાં ભારત ફક્ત 148 રનમાં ઓલ આઉટથઈ ગયું.

બેલફાસ્ટની પિચ

ભારતની હારનું સૌથી મોટું કારણ બેલફાસ્ટની પિચ હતી, જે બીજી ઇનિંગમાં એકદમ બદલાઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં પિચ ગ્રીપ કરવા લાગી. બોલ પિચ પર પડીને ધીમી થઈ ગઈ, બોલ બેટ પર યોગ્ય રીતે આવ્યો નહીં, જેના પરિણામે ભારતીય બેટ્સમેન તેમાં ફસાઈ ગયા.

અભિષેક સિવાય તમામ બેટ્સમેન ફ્લોપ

અભિષેક શર્મા સિવાય બીજા કોઈ બેટ્સમેન મુક્તપણે રમવાનો પ્રયાસ કરતા નહોતા. સંજુ સેમસન, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા બેટ્સમેન નિષ્ફળ ગયા. તિલક વર્મા પણ ખૂબ જ ખરાબ શોટ રમીને આઉટ થઈ ગયો

તિલક વર્માની ધીમી બેટિંગે વધાર્યું દબાણ

શ્રેયસના આઉટ થયા બાદ ઇનિંગ્સને સંભાળવાની જવાબદારી ઉપ-કેપ્ટન તિલક વર્મા પર હતી. તિલકે ક્રીઝ પર ટકી રહેવાનો પ્રયાસ ચોક્કસ કર્યો, પરંતુ T20 ફોર્મેટના હિસાબે તેની બેટિંગ અત્યંત ધીમી રહી. રન રેટ વધારવાના બદલે તે રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તિલકે 21 બોલનો સામનો કરીને માત્ર 19 રન બનાવ્યા અને અંતે મેથ્યુ હમ્ફ્રીસનો શિકાર બન્યો. કેપ્ટન અને ઉપ-કેપ્ટનની આ નિષ્ફળતાને કારણે મિડલ ઓર્ડર પર દબાણ અસહ્ય બની ગયું અને બાકીની ટીમ વિખેરાઈ ગઈ.

ભારતની ખરાબ બોલિંગ

ભારતની બોલિંગ ખૂબ જ નબળી હતી. ખાસ કરીને પ્રસિદ્ધ કૃષ્ણાએ આયર્લેન્ડને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં કોઈ કસર છોડી ન હતી. તેણે ચાર ઓવરમાં 57 રન આપ્યા. વોશિંગ્ટન સુંદરે એક જ ઓવરમાં 19 રન આપ્યા હતા.

ખરાબ ફિલ્ડિંગ

ભારતની ફિલ્ડિંગ પણ ખૂબ જ નબળી હતી. ટીમ ઈન્ડિયાએ કુલ ત્રણ કેચ છોડ્યા. આમાંથી એક કેચ અભિષેક શર્માએ છોડ્યો હતો જે ગેરેથ ડેલાનીનો હતો.તેને એક રન પર જીવનદાન મળ્યું અને આ ખેલાડીએ 32 બોલમાં 49 રન બનાવ્યા હતા. 


Whatsapp Group
સબંધિત પોસ્ટ