India vs England T20 Series: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સાઉથમ્પટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાયેલી આખરી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને ઇતિહાસનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા ભારતને 56 રને હરાવીને શ્રેણી 4-0 થી પોતાના નામે કરી લીધી છે અને આ સાથે જ ભારત પાસેથી ICC Ranking નું સ્થાન પણ છીનવાઈ ગયું.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની આ ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ઇંગ્લેન્ડે પ્રવાસી ભારતીય ટીમને ચોતરફથી પછાડ આપી છે. ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં રમાયેલી પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ બાકીની ચારેય મેચોમાં ઇંગ્લેન્ડે એકતરફી વિજય મેળવ્યો છે.
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે ટીમ ઇન્ડિયાએ કોઈ એક T20I દ્વિપક્ષીય શ્રેણીમાં ચાર મુકાબલા ગુમાવ્યા હોય. આ કારમી હારના કારણે કેપ્ટન શ્રેયસ અય્યરની રણનીતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ પરાજય સાથે જ ભારતે ICC T20 આંતરરાષ્ટ્રીય ટીમ રેન્કિંગમાં પોતાનું પ્રથમ સ્થાન ગુમાવી દીધું છે.
ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ભારત સામેની પાંચ મેચોની T20I શ્રેણી ૪-૦ થી જીતીને ICC T20I રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
આ શ્રેણીમાં મળેલી હારના કારણે ભારત રેન્કિંગમાં ટોચ પરથી નીચે સરકીને બીજા ક્રમે આવી ગયું છે. ભારતે ફેબ્રુઆરી ૨૦૨૨ થી આ રેન્કિંગમાં સતત પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું, જેનો હવે અંત આવ્યો છે.
ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ફિલ સોલ્ટ માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. ત્યારપછી ભારતીય બોલિંગ આક્રમણને વેરવિખેર કરી નાખ્યું. જોસ બટલર અને કેપ્ટન હેરી બ્રુક વચ્ચે બીજા વિકેટ માટે માત્ર 102 બોલમાં 233 રનની ઐતિહાસિક બેવડી સદીની ભાગીદારી નોંધાઈ હતી.
જોસ બટલરે માત્ર ૫૧ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. બટલરે 64 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 131 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જે તેના ટી-20 કરિયરની બીજી સદી છે. બીજી તરફ કેપ્ટન હેરી બ્રુકે પણ અણનમ 95 રનનું યોગદાન આપ્યું હતું, જેમાં. આ વિસ્ફોટક બેટિંગના દમ પર ઇંગ્લેન્ડે ભારત સામે 257 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
258 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. યુવા ઓપનર અભિષેક શર્મા માત્ર 3 રન બનાવી જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. સંજુ સેમસને 27 રન બનાવીઆઉટ થઈ ગયો. ત્યારબાદ ઈશાન કિશન અને શ્રેયસ અય્યર વચ્ચે ત્રીજી વિકેટ માટે ૫૫ રનની ભાગીદારી થઈ હતી.
ઈશાન કિશને આક્રમક બેટિંગ કરતા 35 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 56 રન ફટકાર્યા હતા. ઈશાનના આઉટ થયા બાદ ભારતની જીતની આશા વિખેરાઈ ગઈ. મિડલ ઓર્ડરમાં તિલક વર્માએ શાનદાર 25 બોલમાં 53 રન બનાવ્યા હતા જેમાં 4 લાંબી સિક્સ સામેલ હતી. જો કે શિવમ દુબે (14 રન), અક્ષર પટેલ (3 રન) અને સૂર્યાંશ શેડગે (7 રન) સદંતર નિષ્ફળ રહ્યા હતા. ભારત નિર્ધારિત ઓવરોમાં 8 વિકેટે 201 રન જ બનાવી શક્યું હતું. ઇંગ્લેન્ડના સેમ કરને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.
ભારત (Playing 11): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા.
ઇંગ્લેન્ડ (Playing 11): ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથલ, ટૂમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, જોશ ટંગ