India Sri Lanka Series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓગસ્ટ મહિનામાં શ્રીલંકાના પ્રવાસ દરમિયાન વધારાની T20 મેચો રમવાનો શ્રીલંકા ક્રિકેટ (SLC) નો પ્રસ્તાવ નકારી દીધો છે. અતિવ્યસ્ત આંતરરાષ્ટ્રીય શિડ્યુલ અને અગ્રણી ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ (ખાસ કરીને ફિટનેસ અને આરામ) ને કારણે બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાં ભારતની કોઈપણ સિરીઝ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ જ કારણસર શ્રીલંકા ક્રિકેટ બોર્ડે (SLC) બીસીસીઆઈ સમક્ષ પ્રવાસને લાંબો કરવાનો અને વધારાની ત્રણ ટી20 મેચ ઉમેરવાનો સત્તાવાર પ્રસ્તાવ મૂક્યો હતો.શ્રીલંકા બોર્ડને આશા હતી કે જો ભારતીય ટીમ વધુ મેચો રમશે તો ટીવી બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ અને ટિકિટોના વેચાણથી તેમને આર્થિક રીતે મોટો ફાયદો થશે.
બીસીસીઆઈએ ભારતીય ટીમના સતત વ્યસ્ત શિડ્યુલ અને અગ્રણી ખેલાડીઓની ફિટનેસને ધ્યાનમાં રાખીને આ આકર્ષક પ્રસ્તાવને નકારી દીધો છે . બોર્ડના આંતરિક સૂત્રોએ પુષ્ટિ કરી છે કે બંને દેશોના ટોચના વહીવટી અધિકારીઓ વચ્ચે થયેલી બેઠક દરમિયાન બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ વર્ષે વ્યસ્ત કાર્યક્રમને લીધે વધારાની મેચો રમી શકશે નહીં.
ભારતીય ક્રિકેટ ટીમનું સંપૂર્ણ ધ્યાન માત્ર અને માત્ર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર કેન્દ્રિત થયેલું છે. આ સાયકલ હેઠળ ભારતીય ટીમ માટે દરેક ટેસ્ટ મેચ અને તેના પોઇન્ટ્સ અત્યંત નિર્ણાયક સાબિત થવાના છે. ટેસ્ટ ક્રિકેટના આ કડક માળખાને લીધે ખેલાડીઓ લાંબા ફોર્મેટથી ધ્યાન ભટકાવવા માંગતા નથી. ટી20 ફોર્મેટ રમવાથી ખેલાડીઓની ઇજા થવાની સંભાવના વધી જાય છે, જે આગામી મોટી મેચોમાં ભારતને નુકસાન પહોંચાડી શકે છે.
ભારતના મુખ્ય ફાસ્ટ બોલરો અને ઓલરાઉન્ડરોને લાંબી ઇનિંગ્સ રમ્યા બાદ યોગ્ય આરામ મળે તે બીસીસીઆઈની વર્તમાન મેડિકલ ટીમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બોર્ડ કોઈપણ મોટા ખેલાડીને બિનજરૂરી મેચો રમાડીને નવું જોખમ લેવા તૈયાર નથી,
આ સત્તાવાર પ્રવાસના આયોજન મુજબ, બંને એશિયન જાયન્ટ્સ વચ્ચે 15 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2026 ની વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાડવાનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છ. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ શકે છે.
જ્યારે શ્રેણીની બીજી અને અંતિમ નિર્ણાયક ટેસ્ટ મેચ કોલંબોના પ્રખ્યાત એસએસસી (SSC) ગ્રાઉન્ડ પર રમાય તેવી પ્રબળ શક્યતા છે. ભારતીય ટીમ આ બંને મેચોમાં સારો વિજય મેળવીને ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતારશે. શ્રીલંકાની પીચો હંમેશા ભારતીય સ્પિનરો અને બેટર્સ માટે ભારે રહી છે,