Vishabd | ચોમાસું: દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી ચોમાસું: દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ચોમાસું: દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

ચોમાસું: દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

Team Vishabd by: Vishabd | 08:40 AM , 30 June, 2026
Whatsapp Group

ચોમાસું: દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી 

ગુજરાતમાં હવે આગળ વધશે ચોમાસું, કઈ તારીખે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ આજે 30 જૂનથી ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિઓમાં ભારે વધારો થવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી સાથે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 30 જૂન બાદ આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો મોટો અને ધોધમાર રાઉન્ડ શરૂ થવાનો અંદાજ છે. 

ગુજરાતમાં ચોમાસું પહોંચ્યા બાદ આગળ વધી રહ્યું નથી અને જ્યાં ચોમાસું પહોંચ્યું છે ત્યાં પણ હાલ વરસાદ પડી રહ્યો નથી. જૂન મહિનો પૂરો થયા બાદ હવે વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું સુરત સુધી પહોંચી ગયું છે પરંતુ ત્યાં સુધી પહોંચ્યા બાદ તે નબળું પડી ગયું હતું અને આજથી ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગનું કહેવું છે કે 30થી 3 જુલાઈ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડશે અને ત્યારબાદ વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

આજે કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી 

 દક્ષિણ ગુજરાત:ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપીઅનેડાંગજિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર:રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકાઅને ગીર સોમનાથમાં ઓરેન્જ/યલો એલર્ટ અપાયું છે.

મધ્ય અને ઉત્તર ગુજરાત:અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લીઅનેપંચમહાલમાં પણ વરસાદી માહોલ જામશે.

ગુજરાતમાં કઈ તારીખથી ભારે વરસાદ થઈ શકે છે?

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં વરસાદ ઓછો છે, પરંતુ હવે ગુજરાતમાં વરસાદ વધશે અને 3 જુલાઈની આસપાસથી રાજ્યમાં વધારે વરસાદ પડે તેવી સંભાવના છે.

4થી 7 જુલાઈની વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાનનાં વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે. આ ઉપરાંત મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે.ખાસ કરીને પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પહેલાં વરસાદ વધશે અને ત્યાં ભારે વરસાદ થશે. જે બાદ આ વરસાદ સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે અને ત્યાં કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે.

બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ?

બંગાળની ખાડીમાં હવે 1 જુલાઈની આસપાસ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે. જે આગળ વધીને ગુજરાત તરફ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે.હવામાન વિભાગના મૉડલ પ્રમાણે ગુજરાતમાં 4 જુલાઈની આસપાસથી ભારે વરસાદ થઈ શકે છે અને 5 જુલાઈની આસપાસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં આ સિસ્ટમની અસરને કારણે વરસાદ શરૂ થાય તેવી શક્યતા છે.જો આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત તરફ આવે તો તેની સૌથી વધારે અસર 6થી 8 જુલાઈ વચ્ચે થવાની શક્યતા છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં 24 જૂનના રોજ ચોમાસું પહોંચી ગયું હતું પરંતુ કોઈ મોટી સિસ્ટમ ન સર્જાતાં તે આગળ વધાવનું બંધ થઈ ગયું હતું. હવે ચોમાસાની પ્રગતિ થવાની શરૂ થશે અને આગામી 3થી 4 દિવસોમાં ગુજરાતના કેટલાક વધારે વિસ્તારોમાં ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે.

પવનની ગતિ 

છૂટાંછવાયાં સ્થળોએ વાવાઝોડાં, વીજળીના કડાકા અને ઝાપટાવાળા પવન (પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે અને ઝાપટા દરમિયાન 60 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે) ની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ