Vishabd | Today weather : બે દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત, 17 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી Today weather : બે દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત, 17 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
Today  weather : બે દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત, 17 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી

Today weather : બે દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત, 17 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી

Team Vishabd by: Vishabd | 08:14 AM , 22 June, 2026
Whatsapp Group

આજનું વરસાદી વતાવરણ: આજે 22 જૂન 2026 ના રોજ હવામાન વિભાગ (IMD) ના અહેવાલ મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વીજળી અને ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં ચોમાસું દસ્તક દેવાની શક્યતા છે, ગુજરાતમાં ૨૨મી જૂનથી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થશે, અને ૨૩થી ૨૫ જૂન દરમિયાન રાજ્યમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના છે.

૨૨મી જૂને ભાવનગર, અમદાવાદ, રાજકોટ અને વડોદરા ચારેય મુખ્ય જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે મહત્તમ તાપમાનમાં પણ ૩ થી ૫ ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

મુખ્ય શહેરની આજની વિગતવાર સ્થિતિ જાણીએ 

અમદાવાદ

ક્યાં વરસાદ પડશે: અમદાવાદ શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર તેમજ ગ્રામ્ય ભાગોમાં (જેવા કે સાણંદ, દસક્રોઈ, અને બાવળા)

વાતાવરણ કેવું રહેશે: સામાન્ય રીતે આકાશ વાદળછાયું રહેશે. બપોર પછી અથવા સાંજના સમયે ગાજવીજ સાથે એક કે બે જોરદાર વરસાદી ઝાપટાં પડી શકે છે. અસહ્ય ઉકળાટમાંથી સામાન્ય રાહત મળશે

વડોદરા જિલ્લો

ક્યાં વરસાદ પડશે: વડોદરા શહેર સહિત પાદરા, કરજણ, વાઘોડિયા અને સાવલી તાલુકાના વિસ્તારોમાં

વાતાવરણ કેવું રહેશે: દક્ષિણ ગુજરાતની સરહદે સિસ્ટમ સક્રિય હોવાથી અહીં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે

રાજકોટ જિલ્લો

રાજકોટ જિલ્લોક્યાં વરસાદ પડશે: રાજકોટ શહેર તેમજ જસદણ, ગોંડલ અને જેતપુર રોડ તરફના ગ્રામ્ય વિસ્તારોમાં

વાતાવરણ કેવું રહેશે: દિવસ દરમિયાન ગરમી અને અકળાવનારો ઉકળાટ રહેશે. જોકે, સાંજ સુધીમાં સ્થાનિક સ્તરે વાદળો બંધાતા છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા ઝાપટાં પડી શકે છે

ભાવનગર

ક્યાં વરસાદ પડશે: ભાવનગર શહેર અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો (જેવા કે મહુવા, તળાજા અને ઘોઘા)

વાતાવરણ કેવું રહેશે: પૂર્વ સૌરાષ્ટ્રમાં ભેજવાળા પવનોને કારણે વાતાવરણ પલટાયું છે. બપોર બાદ તેજ પવન અને ગાજવીજ સાથે સારો વરસાદ પડવાની ઉચ્ચ સંભાવના છે. 

ખેડૂતો માટે રાહતના સમાચાર

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૪૮ જેટલા તાલુકાઓમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડ્યા છે.સૌથી વધુ ખેડાના ગલતેશ્વરમાં ૩ ઈંચ અને પંચમહાલના કલોલમાં ૨.૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.ચોમાસુ આગળ વધી રહ્યું હોવાથી આગામી દિવસોમાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ બનશે.

17 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી: 

દેશભરના ઘણા રાજ્યોમાં ફરી એકવાર ચોમાસાએ ગતિ પકડી છે. પરિણામે, હવામાન વિભાગે 17 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે. IMD ની આગાહી મુજબ ઉત્તરપૂર્વ ભારત અને ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે આજે, 22 જૂને ભારે વરસાદની આગાહી છે. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં વીજળી પડવા, પાણી ભરાવા અને ભૂસ્ખલનની સંભાવના છે.

આ સમયગાળા દરમિયાન 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

IMD ના અનુસાર, 22 જૂને 17 રાજ્યોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન પૂર્વ ભારત, છત્તીસગઢ અને રાજસ્થાનમાં અને આગામી 24 કલાક દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા અને તેલંગાણામાં મધ્યમથી તીવ્ર વાવાઝોડાની પ્રવૃત્તિની આગાહી છે. 24 કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં કરા પડવાની અને રાજસ્થાનમાં ધૂળની આંધી આવવાની પણ આગાહી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ