Vishabd | GSRTCની બસોમાં QR કોડની સિસ્ટમ ફળી; મુસાફરોએ છૂટા પૈસાની પીંજલ છોડી QR પેમેન્ટથી 112 કરોડ કરતાં વધુની આવક GSRTCની બસોમાં QR કોડની સિસ્ટમ ફળી; મુસાફરોએ છૂટા પૈસાની પીંજલ છોડી QR પેમેન્ટથી 112 કરોડ કરતાં વધુની આવક - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
GSRTCની બસોમાં QR કોડની સિસ્ટમ ફળી; મુસાફરોએ છૂટા પૈસાની પીંજલ છોડી QR પેમેન્ટથી 112 કરોડ કરતાં વધુની આવક

GSRTCની બસોમાં QR કોડની સિસ્ટમ ફળી; મુસાફરોએ છૂટા પૈસાની પીંજલ છોડી QR પેમેન્ટથી 112 કરોડ કરતાં વધુની આવક

Team Vishabd by: Vishabd | 08:24 PM , 22 June, 2026
Whatsapp Group

જીએસઆરટીસી (GSRTC - ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) દ્વારા બસોમાં શરૂ કરવામાં આવેલી QR કોડ પેમેન્ટ સિસ્ટમ મુસાફરો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે આ સિસ્ટમ દ્વારા એપ્રિલ 2025થી મે 2026 સુધીમાં બસોમાં કુલ 1.03 કરોડથી વધુ QR ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જેનાથી નિગમને 112.45 કરોડથી વધુની આવક થઈ છે. અને તેને ડિજિટલ ઈન્ડિયા તરફનું એક મોટું અને સફળ કદમ ગણવામાં આવી રહ્યું છે.

QR કોડ ફીડબેક સિસ્ટમ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એટલે કે આપણી ST બસની મુસાફરી હવે પહેલા કરતા વધુ સ્માર્ટ અને મુસાફરલક્ષી બની ગઈ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી 'QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ' હવે રાજ્યના 125 બસ સ્ટેશનો અને 8,000 કરતાં વધુ બસોમાં લાગુ કરી દેવાઈ છે. ખાસ વાત એ છે કે, આ સિસ્ટમને લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે અને મુસાફરોએ એસટી નિગમની સેવાઓને 5 માંથી સરેરાશ 4.7 સ્ટારનું જોરદાર રેટિંગ આપીને પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે.

કેશલેસ અને સુરક્ષિત મુસાફરી

મુસાફરોએ હવે ખિસ્સામાં રોકડા પૈસા રાખવાની જરૂર રહેતી નથી. Google Pay, PhonePe, Paytm કે અન્ય કોઈપણ UPI એપ દ્વારા સેકન્ડોમાં ચૂકવણી થઈ જાય છે, જે મુસાફરીને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવે છે.

ઓનલાઇન જડવાન્સ બુકિંગ સુવિધા

વર્ષ 2026ના પ્રથમ છ મહિના દરમિયાન નિગમની પ્રીમિયમ અને નોન-પ્રીમિયમ મળીને કુલ 39,372 ટ્રિપ્સનું સફળ સંચાલન ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધાના સથવારે કરવામાં આવ્યું હતું. વહીવટમાં રોકડા નાણાંની હેરફેર ઘટવાના કારણે 100 ટકા પારદર્શિતા આવી છે અને સાથે-સાથે ફરજ પરના કંડક્ટરોનો સમય અને માનસિક મહેનત બંનેની બચત થઈ છે.

2,500 લોકલ બસ પર ઓનલાઈન રિઝર્વેસન 

GSRTC દ્વારા હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત 100 કિલોમીટરથી વધુનું અંતર કાપતી અંદાજે 2,500 જેટલી લોકલ ટ્રિપ્સને પણ ઓનલાઈન રિઝર્વેશન પ્લેટફોર્મ સાથે જોડી દેવામાં આવી છે. . આ ઐતિહાસિક નિર્ણયનો સીધો ફાયદો ગુજરાતના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા નાગરિકોને મળશે. હવે ગામડાના મુસાફરો પણ એક્સપ્રેસ કે પ્રીમિયમ બસોની જેમ જ પોતાની લોકલ બસની ટિકિટ પણ ઘરે બેઠા એડવાન્સમાં બુક કરાવી શકશે.

બસ નિગમ દ્વારા સંચાલિત 16 વિભાગના 125 ડેપો ખાતે 10,500 નવા ઈ-બીટીએમ-મશીનો ફાળવવામાં આવ્યા છે. અગાઉ માત્ર પ્રીમિયમ બસો પૂરતી મર્યાદિત આ ક્યુઆર કોડ (QR Code) ટ્રાન્ઝેક્શન સુવિધા હવે નિગમ હસ્તકની તમામ એક્સપ્રેસ અને લોકલ સર્વિસો તેમજ તમામ ડેપો ખાતે લાગુ કરી દેવામાં આવી છે. 

વેકેશનમાં પ્રીમિયમ અને વોલ્વો બસો ફૂલ 

2026 દરમિયાન વેકેશનના માહોલમાં મુસાફરોએ એસટી નિગમની એસી અને સ્લીપર સેવાઓ પર ખૂબ પસંદ કરી હતી. 

પ્રીમિયમ એસી બસ: મે 2026માં વેકેશન દરમિયાન બુકિંગનો દર 78.85 ટકા નોંધાયો હતો.

વોલ્વો બસો: એપ્રિલ અને મે મહિનામાં અનુક્રમે 50 ટકા અને 57.81 ટકા બુકિંગ જોવા મળ્યું હતું.

નોન-પ્રીમિયમ સ્લીપર બસ: છેલ્લા છ મહિના દરમિયાન સરેરાશ 77.53 ટકાના બુકિંગ રેટ સાથે આ બસો મુસાફરોની ફર્સ્ટ ચોઈસ સાબિત થઈ છે.

સરકારી સેવાઓ જ્યારે આટલી સ્માર્ટ અને યુઝર-ફ્રેન્ડલી બને, ત્યારે મુસાફરીનો આનંદ ખરેખર બમણો થઈ જાય છે!

Whatsapp Group
સબંધિત પોસ્ટ