Vishabd | ​હવામાન આગાહીમાં ફરી અંબાલાલ પટેલની એન્ટ્રી, જાણો શું કહ્યું એમણે ? ​હવામાન આગાહીમાં ફરી અંબાલાલ પટેલની એન્ટ્રી, જાણો શું કહ્યું એમણે ? - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
​હવામાન આગાહીમાં ફરી અંબાલાલ પટેલની એન્ટ્રી, જાણો શું કહ્યું એમણે ?

​હવામાન આગાહીમાં ફરી અંબાલાલ પટેલની એન્ટ્રી, જાણો શું કહ્યું એમણે ?

Team Vishabd by: Vishabd | 04:59 PM , 14 July, 2026
Whatsapp Group

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાયદાકીય ગૂંચવણો દૂર થયા બાદ ખેડૂતો અને સામાન્ય જનતાના હિતમાં ફરીથી હવામાનની આગાહી ચાલુ રાખવાનો મોટો નિર્ણય લીધો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સાથેના વિવાદ અને તેમની ચીમકી બાદ અંબાલાલ પટેલે અગાઉ આગાહી ન કરવાની જાહેરાત કરી હતી. જોકે, હવે તેમણે આ બાબતે મોટો યુ-ટર્ન લીધો છે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અંબાલાલ પટેલના સમર્થનમાં ખુલ્લેઆમ નિવેદન આપતા દાવો કર્યો છે કે તેમને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો.

કાનૂની નિષ્ણાતો સાથે ચર્ચા કરી મેળવ્યું માર્ગદર્શન 

અંબાલાલ પટેલે જણાવ્યું કે હવે કાયદાકીય ગૂંચ દૂર થઈ ગઈ છે અને કાયદાના નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ તેમણે ફરીથી હવામાનની આગાહી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ ખેડૂતો સહિત સમાજના હિત માટે વર્ષોથી આગાહી કરતા આવ્યા છે અને હવે પણ આ સેવા યથાવત રાખશે.

અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ કોઈ પાસેથી આગાહી બદલ કોઈપણ પ્રકારનો રૂપિયો કે ફી લેતા નથી. તેમણે કહ્યું કે આગાહી પર વિશ્વાસ કરવો કે નહીં તે સંપૂર્ણપણે લોકોનો વ્યક્તિગત નિર્ણય છે. પોતાનું કાર્ય માત્ર માહિતી આપવાનું હોવાનું તેમણે જણાવ્યું.

ખેડૂતોનું સમર્થન

આગાહી બંધ કરવાના સમાચાર મળતા જ ભારતીય કિસાન સંઘ જેવા અનેક ખેડૂત સંગઠનો અને કૃષિ ક્ષેત્રના લોકો તેમના સમર્થનમાં આવ્યા હતા અને આગાહી ચાલુ રાખવા વિનંતી કરી હતી.

નીતિન પટેલે અંબાલાલ વિશે શું કહ્યું 

અંબાલાલ પટેલ વર્ષોથી સમાજની સેવા કરી રહ્યા છે અને તેમના અનુભવનો લાભ સરકાર પણ વિવિધ પ્રસંગોએ લેતી રહી છે. તેમણે દાવો કર્યો કે અંબાલાલ પટેલ હવામાન અંગે સચોટતાની નજીક માહિતી આપતા રહ્યા છે.

નીતિન પટેલે કોઈનું નામ લીધા વિના આરોપ લગાવ્યો કે એક વ્યક્તિ દ્વારા અંબાલાલ પટેલને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સમાજની સેવા કરનાર વ્યક્તિને આવી રીતે હેરાન કરવી યોગ્ય નથી.

નીતિન પટેલે જણાવ્યું કે અંબાલાલ પટેલ આગાહી બંધ કરશે તેવા સમાચાર મળતા જ તેમણે સાંજે અંબાલાલ પટેલને ફોન કર્યો હતો. આ દરમિયાન તેમણે અંબાલાલ પટેલને કોઈપણ પ્રકારના દબાણમાં ન આવવા અને જરૂર પડે તો કાયદાકીય નિષ્ણાતોની સલાહ લેવા કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે કોઈ એક વ્યક્તિના કહેવાથી સમાજસેવાનું કાર્ય બંધ ન કરવું જોઈએ. સમાજ અને ખેડૂતોના હિત માટે અંબાલાલ પટેલે પોતાની સેવા ચાલુ રાખવી જોઈએ, એવી પણ તેમણે અપીલ કરી હતી.

અગાઉ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાહેરાત કરી હતી કે તેઓ હવે કોઈ આગાહી કરશે નહીં. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કરેલા આરોપોથી દુઃખી અંબાલાલ પટેલે હવે કોઈપણ પ્રકારની આગાહી ન કરવાનો નિર્ણય લીધો હતો.


Whatsapp Group
સબંધિત પોસ્ટ