Vishabd | ચોમાસાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન જાહેર, આ તારીખે થશે ચોમાસાનું આગમન ચોમાસાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન જાહેર, આ તારીખે થશે ચોમાસાનું આગમન - Vishabd
Vishabd
Whatsapp Group Join
ચોમાસાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન જાહેર, આ તારીખે થશે ચોમાસાનું આગમન

ચોમાસાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન જાહેર, આ તારીખે થશે ચોમાસાનું આગમન

Team Vishabd by: Akash | 12:05 PM , 17 May, 2023
Whatsapp Group

ચોમાસાને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન જાહેર, આ તારીખે થશે ચોમાસાનું આગમન

જગતના તાત માટે સારા સમાચાર આવી ગયા છે. ચોમાસું ક્યારે બેસશે? તેની રાહ જોવાઈ રહી છે. આવામાં હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યુ છે. દેશમાં ચોમાસું 4 જૂને બેસી જવાનું અનુમાન છે. જોકે, ચોમાસું 4 દિવસ આગળ પાછળ રહેવાનું પણ અનુમાન છે.

દેશમાં ચોમાસાની શરુઆત કેરળથી થાય છે. કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ ગુજરાતમાં 15 દિવસ બાદ ચોમાસું બેસતું હોય છે. આવામાં ચાલુ વર્ષે ચોમાસું કેરળમાં 4 જૂન અથવા 4 દિવસ આગળ પાછળ રહેવાનું પુર્વાનુમાન જાહેર કરાયું છે.

હવામાન વિભાગે છેલ્લા 5 વર્ષના ચોમાસાના પૂર્વાનુમાનની તારીખ અને ઓનસેટની તારીખ જાહેર કરી છે. જેમાં 2018માં 29 મેના રોજ કરેળમાં ચોમાસુ બેસવાનું અનુમાન જાહેર કરાયું હતું. 29 મેના કેરળમાં ચોમાસાની શરુઆત થઇ હતી. વર્ષ 2019માં 6 જૂનનું પૂર્વાનુમાન હતું, જેની સામે 8 જૂને ચોમાસું બેસી ગયું હતું.

વર્ષ 2020માં 5 જૂનનું અનુમાન હતું, જે 1 જૂને ચોમાસું બેસી ગયું હતું. 2021માં 31 મેનું અનુમાન હતું, જેની સામે 3 જૂને ચોમાસું કેરળમાં બેસી ગયું હતું. વર્ષ 2022માં 27 મેનું અનુમાન હતું, જે 29 મેના રોજ ચોમાસું બેસી ગયું હતું.

કેરળમાં ચોમાસાની શરુઆત 1 જૂનથી થાય છે. પરંતુ ચાલુ વર્ષે બંગાળની ખાડીમં વાવાઝોડું સક્રિય થયું હતું. જેના કારણે ચોમાસું 4 જૂનની આસપાસ બેસવાનું અનુમાન છે.

હવામાન વિભાગ દ્વારા પવનની દિશા, સમુદ્રનું તાપમાન, ભેજનું પ્રમાણ, સમુદ્રની હિલચાલ જોયા બાદ ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવતું હોય છે. પૂર્વાનુમાનની તારીખ આસપાસ ચોમાસું બેસી જતું હોય છે. ચાલુ વર્ષનું ચોમાસું કેરળમાં 4 જૂન કે 4 દિવસ આગળ પાછળ બેસવાનું અનુમાન છે

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ

અગાઉ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આ વખતે ચોમાસું મધ્યમ રહેવાની શક્તા રહેશે અને રોહિણી નક્ષત્રમાં શરુઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જૂન માસમાં અરબ સાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે. સંભવિત માર્ગ ઓમાન તરફ હોય તો ઓછો વરસાદ થાય પરંતુ મહત્વનું છે કે, ચાલુ વર્ષના ચોમાસાની પેર્ટન કોઈ અલગ પ્રકારની રહેવાની શક્યતા છે. તેમજ ચોમાસું 90થી 96 ટકા રહેવાની ગણતરી અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી.

હવામાન વિભાગ

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પૂર્વાનુમાન છે કે, દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે. પરંતુ વારંવાર માવઠું થઇ રહ્યું છે. જેની અસર ચોમાસા પર પડશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. પરંતુ ગરમી અને ચોમાસાને વન ટુ વન કોઈ સબંધ નથી.

Whatsapp Group
સબંધિત પોસ્ટ