Ambalal Patel Big Prediction : ગુજરાતમાં હાલ વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે. પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયો છે. જેના અસરના કારણે રાજ્યમાં કામોથી વરસાદની શક્યતા છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગામી 17 તારીખ સુધી વરસાદની આગાહી છે. જેમાં આણંદ, અમદાવાદ, મહીસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. જોકે અંબાલાલ પટેલ અગાઉથી અનુમાન જાહેર કર્યું હતું કે, વેસ્ટન ડીસ્ટબન્સ ના કારણે રાજ્યના વાતાવરણની અસર કરશે.
અરબી સમુદ્રની સાથે સાથે બંગાળના ઉપસાગર માં પણ સિસ્ટમ બનવાની શક્યતા છે. બંનેમાં સમાંતર સિસ્ટમ બનશે પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત થવાની શક્યતા છે
એક પછી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જ્યારે આજ થી 19 ઓક્ટોબર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પંજાબ જમ્મુ કાશ્મીર હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ભારે પવન સાથે કરા પડવાની પણ શક્યતા રહેલી છે બેક ટુ બેક બે સિસ્ટમ આવશે 22 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે
જોકે અત્યારે કમોસમી વરસાદ થશે તે વેસ્ટન ડિસ્ટર્બન્સ ના કારણે થવાની શક્યતા છે પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આકાર લેનાર સિસ્ટમ રાજ્યના વાતાવરણ કેટલી અસર કરશે તે જોવાનું રહ્યું.