Vishabd | “અંબાલાલ પટેલ બકવાસ કરે છે” હવામાંનની ખોટી આગહી અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો પ્રહાર “અંબાલાલ પટેલ બકવાસ કરે છે” હવામાંનની ખોટી આગહી અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો પ્રહાર - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
“અંબાલાલ પટેલ બકવાસ કરે છે”  હવામાંનની ખોટી આગહી અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો પ્રહાર

“અંબાલાલ પટેલ બકવાસ કરે છે” હવામાંનની ખોટી આગહી અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો પ્રહાર

Team Vishabd by: Vishabd | 09:53 AM , 19 June, 2026
Whatsapp Group

અંબાલાલ પટેલ vs જયંત પંડ્યા: ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થાય અને હવામાનની આગાહીઓ ચર્ચામાં ન આવે એવું ભાગ્યે જ બને. દર વર્ષે વરસાદ, વાવાઝોડા અને ઋતુ પરિવર્તન અંગેની આગાહીઓ વચ્ચે સૌથી વધુ ચર્ચામાં રહેતા નામોમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું નામ પહેલું હોય છે. જોકે આ વર્ષે ચોમાસાની શરૂઆત સાથે જ હવામાનની આગાહીને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થાય અને હવામાનની આગાહીઓ ચર્ચામાં ન આવે એવું ભાગ્યે જ બને. દર વર્ષે વરસાદ, વાવાઝોડા અને ઋતુ પરિવર્તન અંગેની આગાહીઓ વચ્ચે સૌથી વધુ ચર્ચામાં રહેતા નામોમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું નામ અગ્રેસર હોય છે. જોકે આ વર્ષે ચોમાસાની શરૂઆત સાથે જ હવામાનની આગાહીને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે.

અંબાલાલ પટેલ આગાહીના નામે ખોટી વાતો કરે છે: જયંત પંડ્યા

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગુજરાત રાજ્ય વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીઓ પદ્ધતિ અને તેની વિશ્વસનીયતા સામે આકરા સવાલો ઉઠાવ્યા. જયંત પંડ્યાએ કડક શબ્દોમાં ટિપ્પણી કરતાં જણાવ્યું કે, હવામાન એ સંપૂર્ણપણે વિજ્ઞાનનો વિષય છે. સેટેલાઈટ ટેક્નોલોજી, રડાર સિસ્ટમ અને હવામાન વિભાગ (IMD) જેવી સત્તાવાર વૈજ્ઞાનિક સંસ્થાઓ રાત-દિવસ ડેટાનું એનાલિસિસ કરીને સચોટ માહિતી આપતી હોય છે. આવા સમયે કોઈ પણ વ્યક્તિ વૈજ્ઞાનિક આધાર વગર માત્ર અટકળો કે પરંપરાગત ગ્રહ નક્ષત્રોના આધારે લાંબાગાળાની આગાહીઓ કરીને જનતામાં ભ્રમ ન ફેલાવે.

અંબાલાલ શું બોલે છે તે સમજાતું પણ નથી

અંબાલાલ પટેલ પર સીધો પ્રહાર કરતા વિજ્ઞાન જાથાના વડાએ જણાવ્યું કે, અંબાલાલભાઈ પટેલની ઉંમર હવે ઘણી થઈ ગઈ છે. વધતી ઉંમરના કારણે તેઓ ઘણીવાર શું બોલે છે તે સામાન્ય લોકોને સ્પષ્ટપણે સમજાતું પણ નથી. તેમની આગાહીઓ ભૂતકાળમાં પણ અનેક વખત ખોટી સાબિત થઈ ચૂકી છે. જયંત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર વૈજ્ઞાનિક રીતે સરકારી વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી જ સાચી અને વિશ્વસનીય હોય છે. ખાનગી લોકોની આગાહીઓ પાછળ કોઈ ઠોસ વૈજ્ઞાનિક આધાર હોતો નથી.

જે દિવસે ખેડૂત કહેશે કે મારી આગાહીથી ફાયદો થતો નથી તે દિવસે આગાહી બંધ કરી દેશું- અંબાલાલ પટેલ

બીજી તરફ પોતાની આગાહીઓથી ખેડૂતોમાં લોકપ્રિય બનેલા અંબાલાલ પટેલે પણ વિજ્ઞાન જાથાના આ પ્રહારો સામે મૌન તોડ્યું છે અને જોરદાર બચાવ કર્યો છે. અંબાલાલ પટેલે દાવો કર્યો છે કે તેઓ કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી પરંતુ વર્ષોથી ખેડૂતોના હિતમાં નિઃસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે. તેમણે પોતાની લાયકાત અને અનુભવનો હવાલો આપતા સ્પષ્ટ કર્યું કે, તેઓ પોતે 'બીએસસી એગ્રીકલ્ચર' (B.Sc. Agriculture) નો અભ્યાસ કરી ચૂક્યા છે. તેમની આગાહીઓ માત્ર જ્યોતિષ કે ગ્રહોની સ્થિતિ પર આધારિત નથી હોતી, પરંતુ તેમાં વર્ષા પરિસંચલન, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ તેમજ કૃષિ હવામાનના ઊંડા અભ્યાસનો સમન્વય હોય છે. તેમણે પડકાર ફેંકતા વળતો પ્રહાર કર્યો કે, જે દિવસે ગુજરાતના જગતનો તાત એટલે કે ખેડૂતો મારી પાસે આગાહી માંગવાનું બંધ કરી દેશે, તે જ દિવસથી હું ભવિષ્યવાણી કરવાનું છોડી દઈશ.

આગાહી બંધ થવાથી કોઈ નુકસાન નહીં થાય

જયંત પંડ્યાએ સ્પષ્ટ શબ્દોમાં સલાહ આપતા કહ્યું કે, અંબાલાલ પટેલ અને તેમના જેવા અન્ય હવામાન નિષ્ણાંતોએ હવે સોશિયલ મીડિયા કે મીડિયાના માધ્યમથી આગાહીઓ આપવાનું સદંતર બંધ કરી દેવું જોઈએ. જો આ લોકો આગાહીઓ આપવાનું બંધ કરી દેશે, તો તેનાથી જનતાને કે ખેડૂતોને કોઈ જ નુકસાન થવાનું નથી, ઊલટાનું લોકો ખોટી ભ્રમણાઓથી બચી શકશે.

આ સમગ્ર વિવાદ વચ્ચે હવામાન આગાહીઓને લઈને વૈજ્ઞાનિક અભિગમ અને પરંપરાગત માન્યતાઓ વચ્ચે ફરી ચર્ચા શરૂ થઈ છે. એક તરફ વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ સ્થાનિક અનુભવ અને પરંપરાગત જ્ઞાનને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ