Vishabd | આજે રાત્રે ભારે મેઘ તાંડવ, આટલા જીલ્લામાં ભુકકા બોલાવશે આજે રાત્રે ભારે મેઘ તાંડવ, આટલા જીલ્લામાં ભુકકા બોલાવશે - Vishabd
Vishabd
Whatsapp Group Join
આજે રાત્રે ભારે મેઘ તાંડવ, આટલા જીલ્લામાં ભુકકા બોલાવશે

આજે રાત્રે ભારે મેઘ તાંડવ, આટલા જીલ્લામાં ભુકકા બોલાવશે

Team Vishabd by: Akash | 06:48 PM , 16 September, 2023
Whatsapp Group

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઓગસ્ટમાં ખૂબ જ રાહ જોવડાવ્યા બાદ હવે મેઘરાજા મન મૂકીને વરસવાના મૂડમાં છે. હવામાન વિભાગની આગાહી પણ આ પ્રકારની જ સામે આવી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વેલ માર્ક એરિયા સક્રિય છે. સાથે જ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં રેડ એલર્ટ છે. 17 અને 18 સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 17મીએ દાહોદમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. જે જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકશે, તેમાં છોડાઉદેપુર, પંચમહાલ અને અરવલ્લીનો સમાવેશ થાય છે. તે સિવાય બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી છે.

ત્રીજી દિવસે એટલે કે 18મીએ પણ રાજ્યમાં ભારેથી અતિભારે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ તારીખે પાટણ અને મહેસાણામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે. ઉપરાંત અમદાવાદ, ખેડા, અરાવાલ્લી અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, વેલ માર્ક લો પ્રેશર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સક્રિય છે. જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે અને ભારે વરસાદની સંભાવના છે. વેલ માર્ક લો પ્રેશરને કારણે આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી છે.

નોંધનીય છે કે, છોટાઉદેપુરમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને લઈને કોતરમાં નીર આવ્યા છે. નાની ભોરદલી ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ભોરદલી ખડકવાડા વચ્ચે રસ્તા બંધ થયો છે. કોઝ-વે પરથી નદીઓ વહેતી દેખાઈ છે. બીજી બાજુ, પંચમહાલના મોરવા હડફમાં મેઘરાજાનું આગમન થયું છે. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મોરવા હડફના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે.

બીજી બાજુ, આજે સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાં વરસાદથી સતત થઇ રહેલી પાણીની આવકના કારણે ડેમના દરવાજા ખોલાયા છે. તેવામાં ડભોઈ તાલુકાના નર્મદા નદી કિનારાના ગામોમાં અલર્ટ જાહેર કરાયું છે. યાત્રાધામ ચાંદોદ, કરનાળી,ભીમપુરા, નંદેરીયા, સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીની જળસપાટી વધી રહી છે. તેવામાં કિનારાના વિસ્તામાં લોકોને ન જવા અપીલ કરાઇ છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ