Vishabd | હસ્ત નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ હસ્ત નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ - Vishabd
Vishabd
Whatsapp Group Join
હસ્ત નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

હસ્ત નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

Team Vishabd by: Akash | 05:37 PM , 25 September, 2023
Whatsapp Group

હસ્ત નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

હસ્ત નક્ષત્રને હથી નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યનારાયણનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ તારીખ 27/09/2023 ના રોજ થશે. વાર બુધવાર બુધવાર હશે. હાથી નક્ષત્ર સૂર્યનારાયણનું ભ્રમણ તારીખ 10/10/2023 સુધી કરશે. હાથી નક્ષત્રનું વાહન દેડકાનું છે.

લોકવાયકા

હાથિયો વરસે હાર, તો આખું વરસ પર

જો વરસે હાથિયો તો મોતીએ પુરાય સાથીયો

હાથી નક્ષત્ર ભારે વરસાદનુ છેલ્લું નક્ષત્ર ગણવામાં આવે છે. ત્યાર બાદ નાં (સ્વાતિ, ચિત્રા) નક્ષત્રોમાં માવઠા ગણવામાં આવે છે. હાથી નક્ષત્રનો વરસાદ ફાયદાકારક અને નુકશાન કારક બંને ગણાઈ શકે છે. જેમ કે છેલ્લે ભારે વરસાદને કારણે પાકતા પાક નુકસાન થઇ શકે છે. અને જે વર્ષે શરૂઆતમાં ઓછો વરસાદ હોય તે વર્ષ પાછળનો હાથિનો સારો વરસાદ ગણી શકાય છે.

વરસાદના યોગ

હાથી નક્ષત્રમાં અમુક વિસ્તારોમાં વીજળી પડવાના કિસ્સા પણ મળી આવતાં હોય છે. ઘણી વાર મિની વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ નું આગમન થતું હોય છે. હાથી નક્ષત્રમાં બપોર બાદ થી સાંજના સમયગાળામાં વધારે વરસાદ પડતો હોય છે. જ્યાં વરસાદ પડે ત્યાં ભારે વરસાદ પડી જતો હોય છે.

કહેવાઈ છે કે, હાથી ત્રણ પગ (3 દિવસ) ઊંચા કરી લે પછી વાંધો ના આવે એટલે કે ભારે વરસાદ નાં પડે. અને ઘણી વાર છેલ્લે વરસાદ પડે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે, હાથી પુછડી ફેરવતો ગયો. મતલબ ઘણી છેલ્લે વખત ભારે વરસાદ પડી જતો હોય છે. હાથિયા નક્ષત્રમાં તીવ્ર કડાકા-ભડાકા સાથે વરસાદ જોવા મળતો હોય છે.

આ નક્ષત્રમાં કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળે તો મોટેભાગે રાજ્યમાં ખંડ વૃષ્ટિ કારક યોગ આ નક્ષત્રમાં ઊભા થશે. મિત્રો સત્તાવીસ સપ્ટેમ્બરથી દશ ઓક્ટોબર દરમ્યાન સૂર્ય હાથીયા એટલે કે હસ્ત નક્ષત્રમાં આવશે. આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન દેડકાનું હોવાથી આ નક્ષત્રમાં વધુ વરસાદના યોગ ઊભા થશે. ટૂંકમાં આ નક્ષત્રમાં ઉત્તમ વરસાદના યોગ છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ