Vishabd | ગુજરાતમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદની અગાહી! વીજળીના કડાકા સાથે આ જીલ્લામાં થશે એન્ટ્રી ગુજરાતમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદની અગાહી! વીજળીના કડાકા સાથે આ જીલ્લામાં થશે એન્ટ્રી - Vishabd
Vishabd
Whatsapp Group Join
ગુજરાતમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદની અગાહી! વીજળીના કડાકા સાથે આ જીલ્લામાં થશે એન્ટ્રી

ગુજરાતમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદની અગાહી! વીજળીના કડાકા સાથે આ જીલ્લામાં થશે એન્ટ્રી

Team Vishabd by: Akash | 12:33 PM , 26 May, 2023
Whatsapp Group

ગુજરાતમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદની અગાહી! વીજળીના કડાકા સાથે આ જીલ્લામાં થશે એન્ટ્રી

ગુજારાતમાં ફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આગામી 28 અને 29 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહીથી ગુજરાતીઓ ચિંતામાં પેઠા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજથી રાજ્યના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના પણ જોવામાં આવી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આગામી તારીખ 28 અને 29 મેના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થવાની શકયતા છે. રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સ્ટક્યુલેશન સક્રિય બન્યું છે, જેના કારણે સૌરાષ્ટ્રના અમરેલી,  રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં વરસાદ પડવાની શકયતા છે, તેવી રીતે ઉત્તર ગુજરાતના મહેસાણા,પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી વયકત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા અને ભરૂચમાં વરસાદની શકયતા છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શકયતા છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આ૫વામાં આવી છે.

આ પણ વાચો: અંબાલાલ પટેલની આગાહી: કાલથી ફરી વરસાદનીં ઘાત, અહીં પડશે ગાજવીજ સાથે વરસાદ!

શું છે અંબાલાલ પટેલની આગાહી!

રાજયના વાતાવરણમાં મોટા ફેરફાર થઈ રહ્યાં છે. ફરી એકવાર રાજમાં માવઠું ત્રાટકશે. ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજયમાં ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. જૂનના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડું સક્રિય થશે એવી આગાહી વયકત કરવામાં આવી છે. અંબાલાલનું અનુમાન છે કે, અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થશે. આ સિવાય મે મહિનાના છેલ્લા સપ્તાહમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જેમાં ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી શકે છે. કમોસમી વરસાદથી ગુજરાતનુ વાતાવરણ પલટાશે. તેમજ લોકોની ત્રાહિમામ પોકારતી ગરમીથી પણ મુક્તિ મળશે. 

આ તારીખો ગુજરાત માટે અતિભારે!

ભારે વરસાદની સંભાવના તેમના દ્વારા ચાલુ મહિનાના અંતમાં થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં 25, 26, 27, 28 અને 29 તારીખે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. અરવલ્લી, વાવ, થરાદ, સાબરકાંઠાની સાથે મધ્ય ગુજરાતના આણંદ, બોડેલી, વડોદરા, નડિયાદ, ખેડામાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. 

રાજ્યના આ વિસ્તારોમાં પડશે વરસાદની શક્યતા!

આ સિવાય ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. પ્રિ-મોનસૂન ક્ટિવિટી દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાત સિવાય તેમણે પંચમહાલના અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પણ તેમણે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ સિવાય કચ્છના ભાગોમાં પણ તેમણે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

અંબાલાલની વાવાઝોડાની આગાહી

અંબાલાલે વાત કરી કે વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. ભારે પવન અને વંટોળ ફૂંકાવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. 40 થી 45 કિ.મીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી તેમાં ગરમીથી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જોકે, ભેજનું પ્રમાણ વધવાથી બફારો વધશે જેના કારણે અકળામણ વધી શકે છે.

મે મહિનાના અંતમાં થશે ઋતુ પરિવર્તન

આગાહીકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે જણાવ્યું કે, મે મહિનાના અંતમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ આવશે. આવી સ્થિતિ મે મહિનામાં બને તે વિશેષ સ્થિતિ કહી શકાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક છે, પરંતુ ઉનાળામાં આ સ્થિતિ અલગ પ્રકારની બની રહી છે. જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણાય છે.

ક્યા ક્યા વરસાદ આવશે

ક્યા ક્યા કમોસમી વરસાદ આવશે તે વિશે તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાટ્રના દરિયાકિનારાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા છે. દેશના ઉત્તરીય ભાગોમાં આંધી વંટોળ સાથે કરા પાડવાની આગાહી છે. તેમણે કહ્યુ કે, પ્રિમોન્સૂન એક્ટિવિટીનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબસાગરનો ભેજ છે.



Whatsapp Group
સબંધિત પોસ્ટ