Vishabd | અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે, 10 જૂન સુધી ગુજરાતમાં ભારે આગાહી, અંબાલાલ પટેલ અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે, 10 જૂન સુધી ગુજરાતમાં ભારે આગાહી, અંબાલાલ પટેલ - Vishabd
Vishabd
કૃષિ દર્શન

અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે, 10 જૂન સુધી ગુજરાતમાં ભારે આગાહી, અંબાલાલ પટેલ

Team Vishabd by: Akash | 11:31 AM , 30 May, 2023 અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે, 10 જૂન સુધી ગુજરાતમાં ભારે આગાહી, અંબાલાલ પટેલ

રવિવારે સાંજ પછી રાજ્યના કેટલાક શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાસ કરીને, ગઇકાલે અમદાવાદમાં મીની વાવાઝોડા સ્વરૂપે ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા હતા. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અગાઉ જ આ અંગે આગાહી કરી ચૂક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 28મી મેથી 10 જૂન સુધી વરસાદની શક્યતા રહેશે અને આ દરમિયાન જ અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર ચોક્કસથી પડશે.

આ ૫ણ વાચો: ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ કયારે? 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન, ચોમાસાને લઈ અંબાલાલની મોટી આગાહી⁠⁠⁠⁠⁠⁠⁠

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઘણા ભાગમાં ચક્રવાતની અસર થઈ શકે છે. 28 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાત સર્જાશે. ચક્રવાતને કારણે ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલ અનુસાર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે, 28 મે બાદ અરબી સમુદ્રમાં પણ હલચલ વધવાની શક્યતા છે. જોકે, હળવું વાવાઝોડું સક્રિય થશે. જેની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, 28 મેથી 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા રહેશે. જોકે, રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું થાય છે અને રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસાની સાયકલ બરાબર ચાલે છે.

તેમણે જણાવ્યું હતું કે, 24થી 30 મેના દેશના ઉતર પર્વતીય પ્રદેશો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પૂર્વ યુપીમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા રહેશે. જેની અસરના કારણે ગુજરાતના અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે.

જુન મહીનો કેવો રહેશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 2જી જૂને દરિયા કિનારા અને અન્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. 4 અને 5 જૂને પવન અને વંટોળથી ચોમાસાની સરી પોકારતા વાદળો આવશે અને રોહિણી નક્ષત્રનો વરસાદ અમુક ભાગમાં થવાની શક્યતા છે. 7 અને 8 જૂને દરિયામાં પવનનો ફેર બદલાવ થશે અને ધીમે-ધીમે સમય વાહી પ્રવાહ જોર પકડશે. 10 જૂનની આસપાસ કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે. 14, 15 અને 17,18 જૂને ચોમાસાની ગતિવિધિ જણાશે.

સબંધિત પોસ્ટ