Vishabd | ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ કયારે? 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન, ચોમાસાને લઈ અંબાલાલની મોટી આગાહી ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ કયારે? 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન, ચોમાસાને લઈ અંબાલાલની મોટી આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ કયારે? 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન, ચોમાસાને લઈ અંબાલાલની મોટી આગાહી

ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ કયારે? 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન, ચોમાસાને લઈ અંબાલાલની મોટી આગાહી

Team Vishabd by: Akash | 12:33 PM , 29 May, 2023
Whatsapp Group

રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યકત કરવામાં આવી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, અંદમાન નિકોબરથી આવતી કાલે ચોમાસું આગળ વધી શકે તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે.

8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે અને  8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. તેમણે કહ્યું કે,  22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી  શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. 

ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ 

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે,  ગુજરાતમાં 15 થી30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. તેમજ 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ