Vishabd | હવામાન વિભાગે આપ્યું મોટું એલર્ટ: 17 રાજયોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી હવામાન વિભાગે આપ્યું મોટું એલર્ટ: 17 રાજયોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
હવામાન વિભાગે આપ્યું મોટું એલર્ટ: 17 રાજયોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી

હવામાન વિભાગે આપ્યું મોટું એલર્ટ: 17 રાજયોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી

Team Vishabd by: Vishabd | 12:09 PM , 19 June, 2026
Whatsapp Group

Gujrat today weather updates: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ચોમાસું આગામી ચારથી પાંચ દિવસ એટલે કે 23 જૂનની આસપાસ ગુજરાત નજીક પહોંચી શકે છે. આજે 19 જૂન 2026ના હવામાનની વાત કરીએ તો આજે મહેસાણા, જૂનાગઢ, ભાવનગર, બનાસકાંઠા, વડોદરા, સુરત સહિત 22 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાઇ શકે છે.

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ

છેલ્લા ૨૪ કલાક દરમિયાન પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે:

  • હાલોલ: 4.57 ઇંચ
  • ગોધરા: 3.35 ઇંચ
  • જાંબુઘોડા: 3.15 ઇંચ
  • શહેર: 3.07 ઇંચ
  • કડી: 2.57 ઇંચ
  • બરવાળા: 2.47 ઇંચ
  • નડિયાદ: 2.09 ઇંચ

કાલોલમાં સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ 4 ઈંચ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકાઓમાં વ્યાપક મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી ગંભીર સ્થિતિ પંચમહાલ જિલ્લાની થઈ છે. પંચમહાલના કાલોલમાં સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ 4 ઈંચ (૩.૯૮ ઈંચ) જેટલો ખાબકતા સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા. વડોદરા શહેરમાં પણ સારો વરસાદ પડ્યો છે વડોદરા ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી ! અનેક વિસ્તારોમાં વરસાદ, હજુ બે દિવસ વરસાદની આગાહી

પંચમહાલના તમામ તાલુકાઓમાં વરસાદ

વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ભારે આનંદ, વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારો પાણી-પાણી , હાલ પણ કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદ ચાલુ , ઘોઘમ્બા અને જાંબુઘોડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

કયા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી છે?

IMD ના તાજેતરના અનુમાન મુજબ, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સહિતના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની ગતિવિધિઓ વધી શકે છે. બીજી તરફ, ઉત્તરપૂર્વના રાજ્યો જેવા કે આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેના કારણે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

  • પવનની ગતિ: રાજ્યમાં ૪૦ થી ૫૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.
  • ચેતવણી: મધ્ય ગુજરાતમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો:વરસાદની આગાહી: ગુજરાતમાં વરસાદી માહોલની શક્યતા, અરબી સમુદ્રની સિસ્ટમ બનશે મુખ્ય કારણ

કેટલે પહોંચ્યું ચોમાસું

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેની ઉત્તરીય મર્યાદા હાલમાં સોલાપુર, હૈદરાબાદ અને રાંચી જેવા શહેરો પરથી પસાર થઈ રહી છે. આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ વિસ્તારોમાં ચોમાસું પહોંચવા માટે સાનુકૂળ સ્થિતિ બની રહી છે. છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ ટૂંક સમયમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. 25 જૂનથી 1 જુલાઈ દરમિયાન નૈઋત્યનું ચોમાસું ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના બાકીના ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો સર્જાઈ રહ્યા છે. જોકે નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ ફોરકાસ્ટિંગ 23 જૂન સુધીમાં ગુજરાતના મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારોમાં ચોમાસું પહોંચી શકે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ