આગામી ૨૪ કલાકમાં ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી:આગામી ૨૪ કલાક માટે ગોવા માં મધ્યમથી ભારે વરસાદની નક્કર આગાહી થઈ છે.. નૈઋત્યના ચોમાસાનું ધૂમધામથી આગમન થઈ રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારો, ઉત્તર ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્ર રહેશે.. દરમ્યાન આજે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ૫૦ કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે સવાથી દોઢ ઇંચ વરસાદ પડી ગયો છે.
આગામી ૨૪ કલાકમાં ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
આગામી ૨૪ કલાક માટે ગોવા માં મધ્યમથી ભારે વરસાદની નક્કર આગાહી થઈ છે.. નૈઋત્યના ચોમાસાનું ધૂમધામથી આગમન થઈ રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારો, ઉત્તર ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્ર રહેશે. દરમ્યાન આજે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ૫૦ કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે સવાથી દોઢ ઇંચ વરસાદ પડી ગયો છે.
IMDએ 103 ટકા વરસાદની આગાહી કરી છે.
IMDએ દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા જણાવી છે. ગુરુવારે દિલ્હીનું લઘુત્તમ તાપ માન સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું 26.6 ડિગ્રી સેલ્સિયસ હતું.
IMDએ કહ્યું કે આ હવામાન પરિસ્થિતિઓના પ્રભાવ હેઠળ હિમાચલ પ્રદેશમાં શુક્રવાર સુધી છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે પણજણાવ્યું હતું કે શુક્રવાર સુધી પ્રદેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની છે.
ભારતમાં સામાન્ય ચોમાસું રહેવાની અપેક્ષા છે
મહાપાત્રાએ કહ્યું કે ભારતમાં નજીકના ભવિષ્યમાં સામાન્ય ચોમાસું જોવા મળી શકે છે. કારણ કે સામાન્ય કરતાં ઓછા વરસાદનો દાયકો પૂરો થવા જઈ રહ્યો છે. અમે હવે સામાન્ય ચોમાસાના યુગ તરફ આગળ વધી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું. કેરળમાં ચોમાસાની શરૂઆતની ઘોષણા કરવામાં IMDની “ઉતાવળ” અંગે IMDની ટીકા વિશે પૂછવામાં આવતા, મહાપાત્રાએ જણાવ્યું હતું કે હવામાન કચેરીએ ચોમાસાની શરૂઆત અને પ્રગતિની જાહેરાત કરવા માટે વૈજ્ઞાનિક પ્રક્રિયાને અનુસરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેરળના 70 ટકા હવામાન મથકોએ એકદમ વ્યાપક વરસાદની જાણ કરી હતી અને તે પ્રદેશમાં મજબૂત પશ્ચિમી પવનો અને વાદળોની રચના સંબંધિત અન્ય માપદંડોને પૂર્ણ કરે છે.