Vishabd | નમો લક્ષ્મી યોજના (government scheme) નમો લક્ષ્મી યોજના (government scheme) - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
નમો લક્ષ્મી યોજના (government scheme)

નમો લક્ષ્મી યોજના (government scheme)

Team Vishabd by: Vishabd | 06:32 AM , 24 June, 2026
Whatsapp Group

ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે.વડા પ્રધાન મોદીએ કન્યા કેળવણી ઉપર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્યમાં વધુ ને વધુ દિકરીઓ આત્મનિર્ભર બને અને માદયમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર ભાર મૂક્યો છે. 

પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, આર્થિક પરિસ્થિતિને કારણે શિક્ષણ છોડી દેવુ ના પડે અને વધુ ને વધુ દિકરીયાઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે,તેવા  ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના હેઠળ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીનીઓને ચાર વર્ષ દરમિયાન 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 

નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા

પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે રાજ્યની દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. યોજના હેઠળ, રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આ સહાય મળવાપાત્ર છે.

યોજના હેઠળ સહાય મેળવવા માટેની પાત્રતા

રાજ્યની સરકારી શાળામાં ધોરણ-8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય,

રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવીને ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરીને ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અથવા જે વિદ્યાર્થિનીઓએ ધોરણ-8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. 

નમો લક્ષ્મી યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાય

આ યોજના હેઠળ ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરવા પર પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થિનીને કુલ 50,000 સુધીની મળવાપાત્ર રહેશે.

ધોરણ 9 અને 10ની મળીને કુલ 20,000ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે.

ધોરણ 11 અને 12ની મળીને કુલ 30,000ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે.

ધોરણ 9 થી 12માં ભણતી તમામ વિદ્યાર્થિનીઓની નોંધણી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં થતી હોય છે, જેની સમગ્ર વિગતોને નમો લક્ષ્મી પોર્ટલ પર લઇ જવામાં આવે છે. સંબંધિત શાળાઓના વર્ગશિક્ષકો જ્યારે પોતાના વર્ગની વિગતો પોર્ટલ પર સિલેક્ટ કરે એટલે તેમને વર્ગમાં ભણતી તમામ વિદ્યાર્થિનીઓનો ડેટા તેમાં જોવા મળે છે, જેમાં વર્ગશિક્ષકો વિદ્યાર્થિનીના આધારકાર્ડ, શાળાનું આઈકાર્ડ, માર્કશીટ, આવકનો દાખલો, બેંક પાસબુકની નકલ, જન્મતારીખનો દાખલો અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજોની વિગતો દાખલ કરે છે. વિગતો વર્ગશિક્ષકે વિદ્યાર્થિનીના માતા-પિતા પાસેથી મેળવવાની રહે છે. 

સાથે વધારાના લાભો પણ મળશે 

પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી વહેલામાં વહેલી તકે ચકાસણી પૂરી કરીને જુલાઇ માસમાં જૂન અને જુલાઇની સહાયની રકમ એકસાથે વિદ્યાર્થિનીની માતા અથવા વિદ્યાર્થિનીના સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે-તે મહિનાની 10 તારીખ સુધીમાં સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. વિદ્યાર્થિનીઓને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો એ પણ મળવાપાત્ર છે. 

આત્મનિર્ભર

આ યોજના સ્વાસ્થ્ય અને પોષણ સંબંધિત જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે, જેથી તેમના માનસિક અને શારીરિક વિકાસમાં કોઇપણ પ્રકારની ખામી ન રહે. આ યોજના દીકરીઓના સમગ્ર વિકાસને ધ્યાનમાં રાખીને શિક્ષણ, આરોગ્ય અને પોષણના ક્ષેત્રમાં વ્યાપક સમર્થન પ્રદાન કરે છે, જેથી તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવી શકાય.

પાત્રતા અને નિયમો

માત્ર ગુજરાત રાજ્યની સરકારી, અનુદાનિત અને મોડેલ શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ જ આ યોજના માટે પાત્ર છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થિનીની શાળામાં નિયમિત હાજરી હોવી જરૂરી છે.


Whatsapp Group
સબંધિત પોસ્ટ