Vishabd | વરસાદ એલર્ટ: ધોધમાર વરસાદની ચેતવણી, આ વિસ્તારોમાં પડશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી વરસાદ એલર્ટ: ધોધમાર વરસાદની ચેતવણી, આ વિસ્તારોમાં પડશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
વરસાદ એલર્ટ: ધોધમાર વરસાદની ચેતવણી, આ વિસ્તારોમાં પડશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

વરસાદ એલર્ટ: ધોધમાર વરસાદની ચેતવણી, આ વિસ્તારોમાં પડશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

Team Vishabd by: Akash | 07:47 AM , 31 May, 2022
Whatsapp Group

નૈરૂત્ય ચોમાસાનો ભારતમાં વહેલો પ્રવેશ થઈ જવા સાથે લોકોમાં વરસાદને લઇ ઉત્સાહ સર્જાયો છે. કેરળમાં ચોમાસાનાં આગમન સાથે સારો વરસાદ વરસી રહ્યો છે અને હવે અન્ય રાજયોમાં પણ રાહ જોવાઇ રહી છે.
હવામાન વિભાગ દ્વારા પણ આવતા પાંચ દિવસ સુધી ભારે વરસાદ તથા આંધી ફુંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સાથોસાથ કર્ણાટક તથા મહારાષ્ટ્રમાં પ્રિ-મોન્સુન એકટીવીટી જોર પકડવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. કેરળમાં પ્રવેશ સાથે ચોમાસું હવે થોડા દિવસોમાં તટીય કર્ણાટક તથા મહારાષ્ટ્ર તરફ આગળ વધશે એવી શક્યતા છે. રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે ચોમાસાએ દક્ષિણ અરબી સમુદ્રનાં બાકીના ભાગો, લક્ષદ્વિપ, કેરળનાં મોટાભાગનાં ક્ષેત્રો દક્ષિણ તામીલનાડુના અમુક ભાગો તથા દક્ષિણ પશ્ર્ચિમ બંગાળની ખાડીના વધુ કેટલાંક ભાગોમાં પ્રવેશ મેળવી લીધો છે. ચોમાસાને આગળ ધપવા માટે વાતાવરણ સાનુકુળ બની રહ્યું છે. આવતા બે-ત્રણ દિવસમાં તથા પૂર્વોતર રાજયોનાં કેટલાંક ભાગોને કવર કરી શકે તેમ છે.

હવામાન વિભાગે અનેક રાજયોમાં પ્રિ-મોન્સુન એકટીવીટી વધવાની શકયતા દર્શાવી છે. ઉતર પ્રદેશનાં પાટનગર લખનૌમાં ગઈસાંજે વરસાદ થયો હતો. હવે રાજયના 24 જીલ્લા માટે એલર્ટ અપાયુ છે. બિહારમાં પ્રિ-મોન્સુન વરસાદનો દોર જારી રહ્યો છે. અનેક સ્થળોએ વિજળી પડી હતી. હવામાન વિભાગે રાજસ્થાનમાં પણ હવામાન પલટો થવાની તથા અનેક ભાગોમાં ધુળની આંધી અને વરસાદ થવાની પણ શકયતા દર્શાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અસાની વાવાઝોડાની અસરથી આંદામાનમાં નૈરૂત્વ ચોમાસાનું આગમન 6 દિવસ વહેલુ થઈ ગયુ હતુ.

22 ને બદલે 16 મી મેના રોજ પ્રવેશ કરી લીધો હતો.આ સંજોગોમાં કેરળમાં પણ વહેલી એન્ટ્રી થવાની આગાહી કરવામાં આવી હતી. જોકે પાંચેક દિવસ સીસ્ટમ સ્થગીત રહી હોવાથી 27મીએ પહોંચવાની આગાહીને બદલે 29મીએ કેરળમાં પ્રવેશ્યુ હતું. હવે કેટલી ઝડપથી આગળ ધપે છે તેના પર મીટ છે.હવે કેટલી ઝડપથી આગળ ધપે છે તેના પર મીટ છે.અગાઉ હવામાન ખાતાએ કેરળમાં પ્રવેશ બાદ આગળ ધપવામાં વિલંબ થવાનો નિર્દેશ કર્યો હતો. પરંતુ અત્યારે વાતાવરણ અનુકુળ જ ગણાવાય છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ