Vishabd | પેટની તકલીફોને કહો બાય-બાય: આ એક વસ્તુને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરો. પેટની તકલીફોને કહો બાય-બાય: આ એક વસ્તુને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરો. - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
પેટની તકલીફોને કહો બાય-બાય: આ એક વસ્તુને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરો.

પેટની તકલીફોને કહો બાય-બાય: આ એક વસ્તુને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરો.

Team Vishabd by: Vishabd | 07:19 PM , 05 August, 2026
Whatsapp Group

Health Tips: જેલોકોને સવારે પેટ સાફ કરવાને લઇ સમસ્યા રહેતી હોય તેઓ એક નાનો ઉપાય કરીને આ પ્રોબ્લેમમાંથી છુટકારો મેળવી શકે છે.

પેટની સફાઈ જરૂરી

જો સવારે પેટ પ્રોપર સાફ ના થાય તો આખો દિવસ ખરાબ થઈ જાય છે. પેટ સાફ કરવું એ ફક્ત આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે જ જારુરી નથી પરંતુ તે માનસિક શાંતિ માટે પણ મહત્વનું છે. જો પેટ સમયસર સાફ ન થાય તો શરીર ઝેરી પદાર્થોનું ઘર બની જાય છે. આ સ્થિતિમાં આહારમાં બહુ ફેરફાર કરવાની જરૂર નથી, પરંતુ રસોડામાં રાખેલી એક સામાન્ય વસ્તુ આ સમસ્યાને મૂળમાંથી દૂર કરી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ ઇસબગુલ વિશે જેને પાણીમાં ભેળવીને પીવાથી તાત્કાલિક પરિણામો મળે છે.

પેટની સમસ્યા

આપણી આસપાસ અનેક એવા લોકો હોય છે જેમનું પેટ દરરોજ ખરાબ થાય છે અને સવારે તકલીફ થાય છે. એવામાં આ નાની વસ્તુ તમારા પેટને સંપૂર્ણપણે સાફ કરી દેશે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તમને કયા ફાયદા થશે તે જાણીએ.

ઇસબગુલ શું છે અને શા માટે ખાસ?

ઇસબગુલ એ છોડના બીજમાંથી મેળવવામાં આવતું કુદરતી ફાઇબર છે. તે શરીરમાં પાણી શોષી લે છે અને જેલ જેવું લેયર બનાવે છે, જે મળને નરમ બનાવે છે, જેનાથી મળને આંતરડામાંથી બહાર કાઢવાનું સરળ બને છે. તેના સેવનથી કબજિયાતમાં રાહત મળે છે અને પાચનક્રિયા પણ મજબૂત બને છે.

કેવી રીતે કરવું સેવન ?

એક ગ્લાસ હૂંફાળા પાણીમાં 1-2 ચમચી ઇસબગુલ મિક્સ કરો. સારી રીતે મિક્સ કર્યા બાદ તેને તરત જ પી લો કારણ કે તે ઝડપથી ઘટ્ટ થાય છે. ત્યાર બાદ તમે 1 ગ્લાસ સાદું પાણી પી શકો છો. તે રાત્રે સૂતા પહેલા અથવા સવારે ખાલી પેટે લઈ શકાય છે.

ઇસબગુલના ફાયદા

તેના સેવનથી કબજિયાતથી રાહત મળે છે. કોલોન સાફ કરવાથી શરીર ડિટોક્સિફાય થાય છે. ફાઇબર પેટ ભરેલું રાખે છે, જે ભૂખ ઓછી કરે છે જેથી વજન ઘટે છે. આંતરડામાં રહેલી ગંદકી સાફ થતાં ખોરાક સારી રીતે પચે છે. જેથી પાચનમાં સુધાર થાય છે.

જરુર થશે ફાયદો

જો તમે દરરોજ સવારે પેટ સાફ કરવાને લઈ ચિંતિત છો અને ઘણા ઉપાયો અજમાવ્યા છે છતાં કોઈ ફરક નથી પડી રહ્યો તો આ સરળ અને કુદરતી ઉપાય એકવાર ચોક્કસ અજમાવો. દરરોજ પાણી સાથે ઇસબગુલ લેવાથી, તમને થોડા દિવસોમાં ફરક દેખાવા લાગશે.

જો તમને 3-4 દિવસથી વધુ સમય માટે કબજિયાત રહેતી હોય, મળમાં લોહી આવતું હોય, અથવા પેટમાં અસહ્ય દુખાવો થતો હોય, તો ઘરેલું ઉપાયો કરવાને બદલે તાત્કાલિક કોઈ લાયકાત ધરાવતા ડૉક્ટર (Gastroenterologist અથવા આયુર્વેદિક નિષ્ણાત) સંપર્ક કરવો અત્યંત જરૂરી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ