Vishabd | ભારતીય ટીમની બેટિંગ શરૂ થયાં પહેલાં જ મળ્યા 5 રન! આવું કેવી રીતે શક્ય બન્યું? ભારતીય ટીમની બેટિંગ શરૂ થયાં પહેલાં જ મળ્યા 5 રન! આવું કેવી રીતે શક્ય બન્યું? - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ભારતીય ટીમની બેટિંગ શરૂ થયાં પહેલાં જ મળ્યા 5 રન! આવું કેવી રીતે શક્ય બન્યું?

ભારતીય ટીમની બેટિંગ શરૂ થયાં પહેલાં જ મળ્યા 5 રન! આવું કેવી રીતે શક્ય બન્યું?

Team Vishabd by: Vishabd | 09:41 PM , 20 June, 2026
Whatsapp Group

India vs Afghanistan 3rd ODI 2026: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે સીરિઝમાં છેલ્લી મેચ શનિવારે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું. ભારતને જીતવા માટે 219 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ટીમ ઇન્ડિયાએ 28.4 ઓવરમાં જ પાર પાડી લીધો હતો. આ જીત સાથે જ ભારતે ત્રણ મેચની વનડે સીરિઝમાં અફઘાનિસ્તાનનો વ્હાઇટ વોશ કર્યો છે.

ભારતની જીતમાં યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા અને પ્રસિદ્ધ ક્રિષ્નાની મહત્વની ભૂમિકા રહી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ પાંચ વિકેટ ઝડપી, જ્યારે યશસ્વી જયસ્વાલે 110 રનની ઇનિંગ રમી પોતાના કરિયરની બીજી ODI સદી ફટકારી. રોહિત શર્માએ 79 રનની શાનદાર ઇનિંગ રમી.

અફઘાનિસ્તાનના કેપ્ટનની એક ભૂલ પડી ભારે

ચેપોક સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વનડે મેચમાં એક અનોખો નજારો જોવા મળ્યો. આ મેચમાં અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરીને 218 રન બનાવ્યા. પરંતુ જ્યારે 219 રનના લક્ષ્‍યાંકના જવાબમાં ભારતીય ટીમનો દાવ શરૂ થયો ત્યારે તેમના ખાતામાં 5 રન પહેલાથી જ ઉમેરાઈ ગયા હતા, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. ટીમ ઈન્ડિયાને આ ફાયદો અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીની પીચ પર દોડવાની ભૂલને કારણે મળ્યો હતો.

ટીમ ઈન્ડિયાના ખાતામાં 5 રન કેમ ઉમેરાયા?

અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ શાનદાર ઈનિંગ રમી અને પોતાની પહેલી ODI સદી ફટકારી, જેનાથી અફઘાન ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી. જોકે, 40મી ઓવરના છેલ્લા બોલ પર તે પિચના ડેન્જર એરિયામાં દોડી ગયો, જે નિયમોનું ઉલ્લંઘન હતું. આવું તેણે મેચમાં બીજીવાર કર્યું અને નિયમનું ઉલ્લંઘન થયું, જેના કારણે અમ્પાયરોએ તેની ટીમ સામે ગંભીર પગલાં લેવાનું નક્કી કર્યું. 

શુભમનં ગિલની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ જીતી સીરિઝ

 ધર્મશાળા ODIમાં ભારતે અફઘાનિસ્તાનને સાત વિકેટે હરાવી હતી. ત્યાર બાદ લખનઉમાં રમાયેલી મેચમાં સામેવાળી ટીમને 170 રને હરાવ્યું હતુ. હવે ભારતીય ટીમે ચેપોકમાં પણ પોતાના દબદબો સાબિત કર્યો.

રોહિત શર્મા અને યશસ્વી જયસવાલે શાનદાર શરૂઆત અપાવી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 165 રનની partnership થઈ. યશસ્વી શરૂઆતથી જ આક્રમક અંદાજમાં જોવા મળ્યો, જ્યારે રોહિતે સેટ થયા બાદ મોટા શોટ્સ રમ્યા. રોહિત શર્માએ પોતાના કારકિર્દીની 62મી અડધી સદી નોંધાવી. રોહિત શર્માએ 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 69 બોલમાં 79 રન બનાવ્યા.જ્યારે યશસ્વીએ 14 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 86 બોલમાં અણનમ 110 રન બનાવ્યા,

પ્રસિદ્ધ કૃષ્ણાને મળ્યો હીટમેનનો સાથ

અફઘાનિસ્તાને ટોસ જીત્યો હોવા છતાં પ્રથમ બેટિંગ કરવાનો તેમનો નિર્ણય ખોટો સાબિત થયો. ભારતીય ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું, પાવરપ્લેમાં ચાર અફઘાન બેટ્સમેનોને આઉટ કર્યા. જોકે, અફઘાન કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 131 બોલમાં 102 રનની શાનદાર ઇનિંગ રમી, જ્યારે અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​50 રન બનાવ્યા. બંનેએ પાંચમી વિકેટ માટે ઉપયોગી ભાગીદારી નોંધાવી, જેનાથી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી. જોકે, બાકીના બેટ્સમેન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં.

ભારતીય બોલરોનું મજબૂત પ્રદર્શન

આ મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 8.2 ઓવરમાં માત્ર 23 રન આપીને 5 વિકેટ લીધી. આ તેમનો વનડેમાં પહેલો પાંચ વિકેટ હતો. અન્ય બોલરોએ પણ તેને સંપૂર્ણ સાથ આપ્યો. ગુર્નુર બ્રાર, હર્ષ દુબે અને પ્રિન્સ યાદવે એક-એક વિકેટ લીધી. આ દરમિયાન કેપ્ટન શુભમન ગિલે બે બેટ્સમેનોને રન આઉટ કર્યા.

Whatsapp Group
સબંધિત પોસ્ટ