નવી અપડેટ ( તારીખ: 10/06/2023)
આ પણ વાંચો: ગુજરાત એલર્ટ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા?
મિત્રો, બીપરજોય વાવાઝોડુ સારા સમાચાર ની સાથે સાથે ખરાબ સમાચાર પણ લાવી રહ્યું છે.સારા સમાચાર એ છે કે બીપરજોય હજુ પણ સીધુ ઉત્તર થી થોડુ ઉતરપૂર્વ ગતિ કરી રહ્યું છે એટલે જો આ જ રીતે ગતિ કરશે તો ગુજરાતની એકદમ નજીક થી પસાર થઈ પાકિસ્તાન તરફ જઈ શકે અને ગુજરાત ને સારાવરસાદનો લાભ પણ મળી જાય.
ખરાબ સમાચાર એ છે કે, તે જ્યારે ગુજરાત ની નજીક પસાર થઈ રહ્યું હોય ત્યારે તેની નજીક ગુજરાતનો જમીન વિસ્તારનું યોગ્ય વાતાવરણ મળી જાય તો તે ધીમે ધીમે ટર્ન કરી સીધુ ગુજરાત માં પણ અંદર આવી જાય અને હવે આ બંને શકયતા સરખી એટલે કે 50-50 ટકા ગણી શકાય.
આ શકયતા ને ધ્યાનમાં લઈને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ-કચ્છ નો વિસ્તારને હાલમાં રેડ એલર્ટ માં જાહેર થય શકે છે. તમારે હવે પુરે પુરી તૈયારી અને સાવચેતી રાખવી કે આગળ જતાં 12-13 તારીખે વાવાઝોડુ ટર્ન લેય તો તમારે તાત્કાલિક દોડવુ ના પડે અને બને એટલું ઓછું નુકશાન થાય.
મિત્રો ગભરાવું નહિ પણ સાવચેત રહેવું અને તૈયારીમાં રહેવું જો ના આવે તો કંઈ નહીં પણ આવે તો નુકશાન ઓછું થાય અને કદાચ ટર્ન ના લેઇ ને પાકિસ્તાન જશે તો પણ વાવાઝોડુ નજીક થઈ પસાર થઈ રહ્યું હશે.
એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર, પશ્ચિમ કચ્છ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ સામાન્ય કરતા ઘણી વધુ જોવા મળશે અને વરસાદનો લાભ પણ મળશે. અને વધુ પડતું નજીક આવી જાય કે ગુજરાતમાં જ ત્રાટકે તો ઉપર જણાવેલ વિસ્તારમાં વરસાદ ભુક્કા પણ કાઢી નાંખશે એટલે સાવધાની રાખવી.
આજથી વાવણીલાયક વરસાદ નો લોટરી રાઉન્ડ ચાલુ થસે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના અમુક વિસ્તારમાં વરસાદની શકયતા છે જેમાં આવતીકાલ થી જોર વધશે અને 12 થી 15 તારીખમાં સૌથી વધુ જોર રહેશે.
આ પણ વાંચો: ગુજરાત એલર્ટ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા?
હવામાન વિભાગની આગાહી
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં ઉભી થયેલા સાઈક્લોનિક સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે કે કેમ તે અંગે આજે આગાહી કરવામાં આવી શકે છે. આ સિવાય તેની ગતિ અને ટ્રેક સહિતની માહિતી મહત્વની બનશે. સોમવારે હવામાન વિભાગે લો-પ્રેશર બન્યા બાદ વાવાઝોડાની સંભાવના અને મહત્વની ગતિવિધિ અંગે અપડેટ્સ આપવાની કરવાની વાત કરી હતી. આ સિવાય રાજ્યમાં હવામાન સૂકું રહેશે તેમ જણાવ્યું છે. જોકે લોકલ કન્વેક્ટિવિટીના કારણે વરસાદ થવાની શક્યતાઓ છે.
સોમવારે પાંચ દિવસના રાજ્યના હવામાન અંગે આગાહી કરતા અમદાવાદ હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. કન્વેક્ટિવિટી એક્ટિવિટીની પણ વધુ સંભાવનાઓ નથી. જોકે, સોમવાર માટે એકાદ જગ્યા પર વરસાદ થવાની વકી હતી, પરંતુ હવે . જોકે, તે પણ સામાન્ય વરસાદની સંભાવનાઓ હતી. આજથી 4 દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે.
ગુજરાત પર વાવઝોડાનો ખતરો?
ગુજરાત પર વાવઝોડાનો ખતરો હોવાની સંભાવનાઓ હાલ જોવાઈ રહી છે તે અંગે હવામાન વિભાગના ડૉ. મોહંતીએ સોમવારે બપોરે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે, અરબ સાગરમાં સર્ક્યુલેશન છે, જે મંગળવારે લો પ્રેશર બનશે અને તે પછી જ તેનું એનાલિસિસ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે.
રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે જેના કારણે સતત તાપમાનનો પારો ગગડીને નીચે જઈ રહ્યો છે. રવિવારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જોકે, સોમવારે ફરી મહત્તમ તાપમાનમાં વધારો થયો હતો. રાજ્યની ગરમી અંગે વાત કરતા હવામાન વિભાગના અમદાવાદ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, હાલ રાજ્યના તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહિવત છે પરંતુ તેમાં 1-2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એટલે કે આગામી દિવસોમાં ગરમીમાં સામાન્ય વધારો થઈ શકે છે.
ભેજના કારણે બનેલી લોકલ કન્વેક્ટિવિટીની અસરના લીધે તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન હતું તેથી રાજ્યમાં વરસાદ થયો હતો. આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર હતી. જોકે, હજુ પણ ભેજનું પ્રમાણ વધુ છે અને ગરમી વધશે તેના કારણે લોકલ કન્વેક્ટિવિટી એક્ટિવિટીના કારણે વરસાદ થવાની શક્યતાઓ છે.