Vishabd | ગુજરાતના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ, ડિપ્રેશન પોરબંદરથી 1160km દૂર, જાણો હવામાન વિભાગની આગાહી ગુજરાતના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ, ડિપ્રેશન પોરબંદરથી 1160km દૂર, જાણો હવામાન વિભાગની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ, ડિપ્રેશન પોરબંદરથી 1160km દૂર, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ, ડિપ્રેશન પોરબંદરથી 1160km દૂર, જાણો હવામાન વિભાગની આગાહી

Team Vishabd by: Akash | 03:51 PM , 06 June, 2023
Whatsapp Group

સંભવિત બિપોરજોય વાવાઝોડાની વિગતો

સંભવિત બિપોરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉભું થઈ રહ્યું છે. દરિયામાં બનેલી સિસ્ટમ હાલ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને આગામી સમયમાં તે ઉત્તર તરફ ગતિ કરી શકે છે તેવી સંભાવના ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જે ડિપ્રેશન બન્યું છે તે ગુજરાતને અસર કરશે કે નહીં તે અંગે આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા જણાવાશે પરંતુ ડિપ્રેશન પોરબંદરથી કેટલું દૂર છે તેની વિગતો હવામાન વિભાગ દવારા જણાવવામાં આવી છે. 

ગુજરાતના પોરબંદરથી ડિપ્રેશન કેટલું દૂર છે

હવામાન વિભાગના આજના સવારના 10.30 વાગ્યાના રિપોર્ટ પ્રમાણે અરબી સમુદ્રમાં દક્ષિણપૂર્વમાં બનેલું ડિપ્રેશન પોરબંદરથી દક્ષિણમાં 1160km દૂર સક્રિય થયું છે, હવે તે ગુજરાતના દરિયા કિનારે લેન્ડફોલ થશે કે અન્યત્ર જશે તેના પર હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ અપાયુ

દરિયામાં બનેલા ડિપ્રેશનની અસરને જોતા ગુજરાતના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્ન લગાવવામાં આવ્યું છે. દરિયામાં બનેલી સિસ્ટમ આગામી સમયમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે તો ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

માછીમારોને ચેતવણી અપાઇ

દરિયામાં બનેલી સિસ્ટમના કારણે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે. જો આ તોફાની આકાર લઈ રહેલું વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ત્રાટકે તો તે પહેલા જરુરી મહત્વની કામગીરી પણ આરંભી દેવામાં આવશે, આ કારણે જ દેશના તથા રાજ્યના હવામાન વિભાગ દ્વારા તેના પર સતત નજર રાખીને માહિતી જરુરી સ્થળો પર પહોંચાડવામાં આવી રહી છે.

સિસ્ટમ અંગે શું કહ્યું હવામાન વિભાગે?

દેશના હવામાન વિભાગના વૈજ્ઞાનિક શોભિત કટિયારે ભારતના હવામાનની સ્થિતિ અંગે વાત કરીને સોમવારે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રના દક્ષિણ ભાગમાં સિસ્ટમ ઉભી થઈ છે, જેના કારણે ભારે વાદળો છવાયેલા છે. કેટલાક સ્થળો પર મજબૂત સિસ્ટમના કારણે સામાન્ય વરસાદ પણ થયો છે. (ફાઈલ)

સિસ્ટમની અસર કેરળના ચોમાસા પર પડી

વૈજ્ઞાનિક શોભિત કટિયારે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમના કારણે કેરળના ચોમાસા પર અસર અંગે વાત કરતા જણાવ્યું છે કે, દક્ષિણ પશ્ચિમના ચોમાસા પર કેટલીક મહત્વની બાબતો અસર કરતી હોય છે જેમાં દક્ષિણ-પશ્ચિમી પવનો કે જે અરબી સમુદ્ર પરથી આવે છે તે સાડા ચાર ફૂટની ઊંચાઈ પર હોય છે.

આ કારણે કેરળનું ચોમાસું ખેંચાયું છે?

પરંતુ પશ્ચિમી હવાઓ માત્ર 2 ફૂટની ઊંચાઈ પર સોમવારે જોવા મળી હતી, આ સાથે જે વરસાદના વાદળો હતા તે સિસ્ટમ તરફ ખેંચાઈ રહ્યા છે અને તેની અસર ભારતના ચોમાસા પર પડતી જોવા મળી રહી છે. આ કારણે કેરળના દરિયા કિનારે જે પ્રમાણે વાદળો જોવા મળતા હોય છે તેમાં ઘટાડો થયો છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ