Cold weather : ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે. આ સાથે હવામાન ખાતાએ આગામી 7 દિવસ વાતાવરણ સુકું રહેવાની આગાહી કરવામાં આવી છે. તો આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ.
આ પણ વાંચો : શનિવારથી તાપમાનમાં ફરી થશે ઘટાડો!, જાણો હવામાન ખાતાની આગાહી
હવામાન ખાતાએ ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે, ગુજરાતનાં તાપમાનમાં સામાન્ય વધારો અને ઘટાડો થશે. પરંતુ કોઈ મોટા ફેરફારોની શક્યતા હાલ જોવાઈ રહી નથી. આમ રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું આગામી દિવસોમાં પણ રહેવાની સંભાવના છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારોની સંભાવના નથી. રાજ્યના મધ્ય ભાગમાં પણ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.
આ પણ વાંચો : આ 10 જિલ્લાઓ સાવધાન! આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી, દરિયાથી દૂર રહેવા અપીલ
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આ ડિપ્રેશનના કારણે ભેજના લીધે અને વાવાઝોડાની અસરના લીધે છત્તીસગઢના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદમાં છાંટા થવાની સંભાવના છે. ગુજરાતના ભાગોમાં 4-5 ડિસેમ્બરથી વાદળો આવી શકે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વાદળના લીધે દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં હળવા છાંટા થઈ શકે અને વડોદરાના ભાગોમાં પણ સામાન્ય વરસાદી છાંટા થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના વિસ્તારોમાં, બનાસકાંઠાના વિસ્તારોમાં, સાબરકાંઠાના વિસ્તારોમાં અને પંચમહાલના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14 થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની સંભાવના છે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે તાપમાન સામાન્ય અથવા તો સામાન્યથી ઉપર રહ્યું છે પરંતુ બંગાળની ખાડીનો ભેજ અને અરબી સમુદ્રનો ભેજ આવવાના કારણે 4 થી 8 ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં વધારો થશે તેવી શક્યતા છે.