weather of Gujarat : રાજ્યમાં ઉત્તરપૂર્વ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે આગામી ૪૮ કલાકમાં ૨ થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જશે. પવનની દિશા બદલાતાની સાથે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જોકે ભારે પવનને કારણે વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો બપોર થતાં જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારથી આજે પવનની ગતિ તેજ જોવા મળી રહી છે. આવામાં જોઈએ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી
આ પણ વાચો : દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી?, જાણો નવી આગાહી
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન વધી જશે અને કેટલાક વિસ્તારોમાં 36 ડિગ્રી સેલ્સિયસ પહોંચવાની સંભાવના રહેશે. વડોદરાના ભાગોમાં 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, ઉત્તર ગુજરાતના ભાગોમાં 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, સૌરાષ્ટ્રના ભાગોમાં 34bથી 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.
આ પણ વાચો : ગુજરાતના પડોશી રાજ્યમાં માવઠાનો માર, જાણો કેવું રહેશે દેશનું હવામાન? હવામાન વિભાગની કંપાવતી આગાહી
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે કહ્યું કે, 6 અને 7 ફેબ્રુઆરીમાં પવનનું જોર વધી શકે છે. પૂર્વ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 15 થી 16km પ્રતિ કલાકે પવન ફૂંકાવાની સંભાવના રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 16Km ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેશે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં 30 થી 35Km પ્રતિ કલાકે વિન્ડ ગસ્ટ રહેશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિન્ડ ગસ્ટ 35 Km રહેવાની સંભાવના રહેશે. જેના કારણે ધૂળની ડમરીઓ ઉડશે.
6 અને 7 ફેબ્રુઆરીના પવનની ગતિ તેજ રહેવાના કારણે ઉભા પાકને અસર થશે. જેમાં રાયડાના પાક, તેમજ ઘઉંનો ઉભો પાક વાળી જવાની સંભાવના રહેશે. ભારે પવનની અસર બાગાયતી પાકને પણ થઈ શકે.
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 8 અને 9 ફેબ્રુઆરીના એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના રહેશે. જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના રહેશે. 8 થી 10 ફેબ્રુઆરીના વાદળો આવી શકે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. લઘુતમ તાપમાન વધી જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ઠંડી આવવાની સંભાવના રહેશે.