પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર: કયું વાહન? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ
સૂર્ય નારાયણનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 31/08/2023ના રોજ થશે. તારીખ 12/08/2023 સુઘિ સૂર્ય નારાયણ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરશે. આ નક્ષત્રનું વાહન મોરનું છે. સૂર્યનારાયણનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ ગુરૂવારના રોજ સવારે 09 વાગીને 33 મિનિટે થયો છે.
મિત્રો, ફાલ્ગુની નક્ષત્રમાં બે ભાગ હોય છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને પુરબા નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા વડીલોના કહેવા અનુસાર ચોમાસામાં પૂરબા નક્ષત્રમાં સૌથી વધુ વરસાદ પડે છે. અને આ નક્ષત્રમાં પાણી મીઠું હોય છે.
લોકવાયકા
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં બે લોક વાયકા પ્રચલીત છે.
1) પુરબા પુરા તો ઓતરા અધૂરા
2) વર્ષે પુરબા તો લોકો બેસે જુરવા
આ બે લોક વાયકા પ્રખ્યાત છે.
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ જોગ
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ સારો વરસાદ થતો હોય છે. આ નક્ષત્રમાં રસાદનું જોર વઘુ જોવા મળતુ હોય છે. બઘા નદી-નાળા છલકાઇ જાય તેવા પણ યોગ વનતા હોય છે. આપણા વડીલોના કહેવા અનુસાર ચોમાસામાં પૂરબા નક્ષત્રમાં સૌથી વધુ વરસાદ પડે છે. અને આ નક્ષત્રમાં પાણી મીઠું હોય છે.