Vishabd | PM કિસાન યોજનાના 19માં હપ્તા પહેલા ખેડૂતો ફટાફટ પતાવી લેજો આ કામ, નહીં તો નીકળી જશે લિસ્ટમાંથી નામ! PM કિસાન યોજનાના 19માં હપ્તા પહેલા ખેડૂતો ફટાફટ પતાવી લેજો આ કામ, નહીં તો નીકળી જશે લિસ્ટમાંથી નામ! - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
PM કિસાન યોજનાના 19માં હપ્તા પહેલા ખેડૂતો ફટાફટ પતાવી લેજો આ કામ, નહીં તો નીકળી જશે લિસ્ટમાંથી નામ!

PM કિસાન યોજનાના 19માં હપ્તા પહેલા ખેડૂતો ફટાફટ પતાવી લેજો આ કામ, નહીં તો નીકળી જશે લિસ્ટમાંથી નામ!

Team Vishabd by: Akash | 03:47 PM , 02 January, 2025
Whatsapp Group

19th installment : ભારત સરકારની આ યોજના હેઠળ, સન્માન નિધિની રકમ નાના અને સીમાંત ખેડૂતોને દર ચાર મહિને ₹2,000ના હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે, જેથી તે DBT હેઠળ લાભાર્થી ખેડૂતના ખાતામાં સીધી પહોંચે. આ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી.

ખેડૂતો 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે - 19th installment

અત્યાર સુધીમાં, 18 હપ્તા સુધી PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં ₹3.46 લાખ કરોડ જારી કરવામાં આવ્યા છે.

હવે ખેડૂતો 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળશે જે બે શરતો પૂરી કરશે.

ખેડૂતોએ આ બે બાબતોને ધ્યાનમાં રાખવી! - 19th installment

PM કિસાન યોજનાના લાભો મેળવવા માટે, ખેડૂતોએ તેમની કેટલીક માહિતી પ્રદાન કરવી પડશે અને તેમનું e-KYC અપડેટ કરવું પડશે. જો તમે આ યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી કરી છે, તો તમારે નોંધણી નંબર યાદ રાખવો પડશે અને e-KYC વિગતો અપડેટ કરવી પડશે. કોઈપણ ખેડૂત આ બે બાબતો ભૂલી જશે, તો તેનું નામ લાભાર્થીના લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવશે અને તે 19મા હપ્તા માટે ₹2,000 મેળવી શકશે નહીં.

PM કિસાન યોજનાના લાભો મેળવવા માટે e-KYC કરવું ફરજિયાત છે, આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર અથવા સીએસસી સેન્ટર દ્વારા બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા કરવામાં આવશે. જો ખેડૂતમિત્રોએ આ પ્રક્રિયા ન કરી હોય અથવા તેમાં કોઈ ખામી હોય તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો અટકી શકે છે. આ માટે, PM કિસાન પોર્ટલ પર જવું પડશે અને માહિતી ચેક કરવી પડશે.

આ રીતે ચેક કરો e-KYC - 19th installment

આ માટે pmkisan.gov.in પર જવું પડશે . અહીં ખૂણામાં 'ફાર્મર' નામનો વિકલ્પ દેખાશે, તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. એમાં સૌથી પહેલા 'E-KYC'નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કર્યા પછી, OTP આધારિત e-KYC અંગે જાણ થશે. હવે ત્યાં આધાર કાર્ડ નંબર નાખો. આધાર કાર્ડ નંબર નાખતા જ તમને સ્ટેટ્સ વિશે બધીજ જાણ થઈ જશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ