Vishabd | માવઠું, ગરમી કે ઠંડીની મોસમ જામશે? નવેમ્બર મહિનાની કેવી રહેશે શરૂઆત?, જાણો હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી માવઠું, ગરમી કે ઠંડીની મોસમ જામશે? નવેમ્બર મહિનાની કેવી રહેશે શરૂઆત?, જાણો હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
માવઠું, ગરમી કે ઠંડીની મોસમ જામશે? નવેમ્બર મહિનાની કેવી રહેશે શરૂઆત?, જાણો હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી

માવઠું, ગરમી કે ઠંડીની મોસમ જામશે? નવેમ્બર મહિનાની કેવી રહેશે શરૂઆત?, જાણો હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી

Team Vishabd by: Akash | 09:48 AM , 31 October, 2024
Whatsapp Group

હવામાન વિભાગ દ્વારા જોરદાર આગાહી - Meteorological Department

Meteorological Department : ઓક્ટોબર માસમાં સામાન્ય રીતે ગુલાબી ઠંડીનો અનુભવ થતો હોય છે, પરંતુ આ વખતે અત્યાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો નથી. ઉલટાનું મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : ઠંડી અને ગરમીને લઈને અંબાલાલ પટેલની આગાહી, જાણી લેજો આજની આગાહી

ઓક્ટોબર માસમાં સામાન્ય રીતે ગુલાબી ઠંડીનો અનુભવ થતો હોય છે, પરંતુ આ વખતે અત્યાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો નથી. ઉલટાનું મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચો જોવા મળ્યો છે. ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાઇ રહ્યું છે. આવામાં આવનારા દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે?, રાજ્યમાં આગામી 6 દિવસ માવઠું, ગરમી કે ઠંડીની મોસમ જામશે તે અંગે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : હવે હવામાન પથારી ફેરવશે? કમોસમી વરસાદ ફરી પડશે? જાણો અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની નવી આગાહી

આગામી 7 દિવસની આગાહી - Meteorological Department

હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસ દ્વારા આજે ગુજરાતના હવામાન અંગેની 7 દિવસની આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી 4 થી 5 દિવસ હવામાનમાં વધુ ફેરફાર નહીં થાય. આવનાર 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે

આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે, પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ દિશામાં ફૂંકાઈ રહી છે. અમદાવાદમાં આવનારા 24 કલાક મોટાભાગે આકાશ ચોખ્ખું રહેશે. આ સાથે અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

બીજી બાજુ, હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 31 ઓક્ટોબર સુધી તાપમાનમાં કોઈ રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. હાલ પવનની ગતિ સામાન્ય છે અને તેમાં હાલ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. પવનની દિશાઓ સતત  બદલાતી રહેશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ