Vishabd | વ્હાલી દીકરી યોજના 2023: ૧ લાખ ૧૦ હજારની સહાય, લાભ કઈ રીતે લેવો, જાણો સંપૂર્ણ માહિતી વ્હાલી દીકરી યોજના 2023: ૧ લાખ ૧૦ હજારની સહાય, લાભ કઈ રીતે લેવો, જાણો સંપૂર્ણ માહિતી - Vishabd
Vishabd
Whatsapp Group Join
વ્હાલી દીકરી યોજના 2023: ૧ લાખ ૧૦ હજારની સહાય, લાભ કઈ રીતે લેવો, જાણો સંપૂર્ણ માહિતી

વ્હાલી દીકરી યોજના 2023: ૧ લાખ ૧૦ હજારની સહાય, લાભ કઈ રીતે લેવો, જાણો સંપૂર્ણ માહિતી

Team Vishabd by: Akash | 12:41 PM , 20 January, 2023
Whatsapp Group

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં  આપવામાં આવે છે. 

વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળશે ?

  • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
  • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
  • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
  • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

વ્હાલી દીકરી યોજના માટે પાત્રતા

  • તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
  •  દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  •  અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  •  બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે અગત્યના ડોકયુમેન્ટ

  • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
  • દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
  • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
  • દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
  • દીકરી નો જન્મ દાખલો
  • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
  •  વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું

યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.

Whatsapp Group
સબંધિત પોસ્ટ